________________
TABORUM
પ્રાણ પ્રતિષ્ઠા વિશિષ્ટ-ત્યાગી તપસ્વી-સંયમી પુણ્યાત્માની નિશ્રામાં થાય તે સેનામાં સુગંધ જેવું ગણાય.”
ઘરમાંથી બને શેઠાણીઓની ઈચ્છા પૂ. શ્રી મયાસાગરજી મ., (જેઓ કે હાલ પાલી (મારવાડ) બાજુ વિચારી રહ્યા છે, તેઓ)ના હાથે પ્રતિષ્ઠા-મોત્સવ ઉજવવાની છે. મને પણ એ વાત ઠીક લાગે છે.”
તે હું આ બાબત અનુભવી નથી, તેથી આપ તેઓશ્રીને આ પ્રસંગે પધારવા બહુમાન પૂર્વક વિનંતિ કરી આ પ્રસંભ તેઓશ્રીની નિશ્રામાં ઉજવાય તેવું કરવા હું આપને નમ્રતા પૂર્વક પ્રાણું છું.”
હઠીસંગ શેઠની ઉદાત્ત-ધાર્મિક ભાવનાને નિહાળી અત્યંત-પ્રસન્ન થએલા નગરશેઠ શ્રી હેમાભાઈએ “ભાવતું તું ને વૈધે કીધું”ની જેમ રાજનગરની ધાર્મિક-પ્રજા અને સહકુટુંબ પિતાને વિશિષ્ટ ધાર્મિક-પ્રેરણું મેળવવાના ઈરાદે પૂ. શ્રી મયાસાગરજી મ. ને ગુજરાત બાજુ પધારવાની મહિનાઓથી ચાલુ વિનંતિઓને સફળ થવા માટે પ્રબળ સફળ-નિમિત્ત મલ્યાના સંતોષભર્યા ઉમંગ સાથે વિવેકી-શ્રાવકોને રૂબરૂ મેકલી ગુજરાત બાજુ વિહાર કરવાની વાતને ત્રણ-વીસીની અપેક્ષાએ ૭૨ દેડરીવાળા વિશાળ ભવ્ય-જિનાલયની પ્રતિષ્ઠાના વિશિષ્ટ-લાભને નજરમાં રાખી સ્વીકારવા માટે ભક્તિભર્યો આગ્રહ કર્યો.
પરિણામે ક્ષેત્ર-પર્શનને યોગે ગુજરાત-બાજુ આવવા ભાવના દર્શાવી.
વિ. સં. ૧૮૯૮ અને ૧૮૯૯ત્ના ચાતુમસ વચગાળાના ક્ષેત્રોમાં કરી વિ. સં. ૧૯૦૦ના મહા મહિને રાજનગર-અમદાવાદમાં પૂ. શ્રી મયાસાગરજી મ. પધાર્યા.
નગરશેઠ શ્રી હેમાભાઇ તથા બહારલી–વાડીવાળા શેઠશ્રી હઠીભાઈએ ખૂબ ભાવેલ.સ સાથે આડંબર શેઠ પૂર્વક પૂ. શ્રી મયાસાગરજી મ.ને નગર-પ્રવેશ કરાવ્યું.
એઓશ્રીની ત્યાગ-નાગ્યભરી જીવનચર્યા સાથે ધાર્મિક-સુંદર ઉપદેશ-પ્રણાલિથી રાજનગરની જનતામાં ધાર્મિક-ઉત્સાહની અવર્ણનીય ભરતી આવી.
પૂ. મયાસાગરજી મ.ના વિશાળ શાસ્ત્રીય-જ્ઞાન અને ઉંડા-અનુભવનો લાભ તૈયાર થઈ રહેલ વિશાળ-જિનમંદિરના નિર્માણમાં શાસ્ત્રીયબાબતેની ચોકસાઈ નગરશેઠે, હઠીસંગ શેઠે તથા શ્રી રૂકમણી શેઠાણી અને શ્રી હરકોર શેઠાણીએ રૂબરૂ પુછવા દ્વારા તેમજ બે-ચાર વાર વાડીમાં લઈ જઈ રૂબરૂ નિરીક્ષણ કરાવવા દ્વારા કરાવી લીધી.
સં. ૧૯૦૦ના ચાતુર્માસમાં પૂ. શ્રી મયાસાગરજી મ.શ્રીએ શ્રાવચિત-કર્તવ્યના વિગતવાર વિવેચનમાં ખૂબ વિવિધ પ્રેરણા આપી સુંદર આલ્હાદક–જિનાલયે માટેના સુંદર આરસ