________________
લિટી, 2018
પછી સુદ અગિયારસ જેવી ષપર્વના મહત્વપૂર્ણ-મંગળદિને સાધુપદની સર્વ આરાધ પદની આધારશિલારૂપ આરાધના મગનભાઈએ ભલ્લાસથી કરી સંયમી જીવન પામી શ્રાવક-જીવનની આદર્શ-સફળતા મેળવવા અદમ્ય-ઝંખના પરિપુષ્ટ કરી.
પાછળના ચાર દિવસોમાં આરાધ-તની ઉપાસનાના આદર્શરૂપ આત્મિક-ગુણોના સફલ વિકાસ માટે જરૂરી સમ્યગ્દર્શનાદિ ચાર ઉત્તમ-પદાર્થોની ચઢતા-રંગે આરાધના જિનશાસનની અનન્ય-ઉપકારિતાને લક્ષમાં રાખી કરી.
આ રીતે શ્રી નવપદની આરાધના ખૂબ ઉમંગથી ચઢતા-પરિણામે ધર્મોત્સાહપૂર્વક મગનભાઈ અને જમનાબહેને કરી.
તે દરમ્યાન બાળક હેમચંદ પિતાશ્રીના મેળામાં વ્યાખ્યાન વખતે શાંત-સ્વસ્થચિ સૂઈ રહી શ્રી નવપદ-મહિમાનું જાણે ધ્યાનપૂર્વક શ્રવણ કરતો હોય, તે ભાસ આપતે. - પૂજા વખતે દેરાસરમાં પણ ઘંટ-વાગે, ધૂપ ઉખેવાય, ફુલ ચડાવાય વિગેરે ક્રિયામાં દત્તચિત્ત બનતે.
બપોરે જમનાબહેનના ખેળામાં સૂઈને પણ શ્રાવિકા ઉપાશ્રયે વંચાતા શ્રીપાલ રાજાના રાસને ધ્યાનપૂર્વક સાંભળવાને અભિનય કરતા.
આ રીતે બાલક-હેમચંદનું ધાર્મિક-જીવનનું ઘડતર આદર્શ—સંસ્કારી મા-પિતાના ધાર્મિક-જીવનથી ઘડાવા લાગ્યું. | મગનભાઈને બાલક હેમચંદના ભાવી-જીવનની વિશિષ્ટતા જાણવાની તાલાવેલી પૂ. ગુરૂદેવની સૂચનાથી અવારનવાર જાગતી.
એક દિવસ સવારે પૂજા કરી ઘેર આવતાં રસ્તામાં પંડિતજી મળ્યા. મગનભાઈ એ ઉત્સુકતાપૂર્વક પુછ્યું કે –કેમ પંડિતજી ! કયારે આવું ?” પંડિતજીએ કહ્યું કે –“ અમારે ભેજાનું દહીં થાય તેવું શાસ્ત્રોમાં વર્ણવેલ અઘરૂં ગણિત ર્યા વગર કાશીના પંડિતરાજે બતાવેલ વિશિષ્ટ ગ્રહોની સંગતિ થાય તેમ નથી, તેથી તે બધું ગણિત કરી સરખી રીતે વ્યવસ્થિત ફળાદેશ તૈયાર કરવામાં હજી અઠવાડીયું થાય તેમ છે.”
“હકીકતમાં તમારું સંતાન સામાન્યકેટિનું નથી જ. કાશીના પંડિતરાજે ટુંકમાં સૂચવેલા પ્રયોગો આ વાતની સ્પષ્ટ સાક્ષી પૂરે છે”
* ધીરજના ફળ મીઠાં હોય છે ?' માટે તમારી દક્ષિણ કરતાં આ બહાને જુના ભણેલ શાસ્ત્રીયગણિતના વિષયને વ્યાવહારિક રીતે તાજો કરવાને સરસ મેકે મને મળે છે, તે જ પંથ et #ાન પ્રમાણે તમારી જિજ્ઞાસાની તૃપ્તિ સાથે મારી જીંદગીમાં પ્રથમવાર આવી મહત્વની જન્મકુંડલીનું ગણિત કરવાને પ્રસંગ અમારા જ્ઞાનને તાજું કરનાર બને છે, તેથી તમે જરા ધીરજ ધરો. સરખી રીતે મારી શક્તિ પ્રમાણે નિઃશંક ગણિત કરી ફળાદેશ તૈયાર થતાં તમને તુરત ખબર આપીશ.”