________________
(AutZZL8
શાસનને ધક્કો લાગે”.“સમયેચિત કર્તવ્ય-મધ્યમ ઉપાય” આદિ શબ્દો દ્વારા પૂ. મહારાજશ્રી શું જણાવવા માગે છે ? એના શરવરાટ સાથે પૂરો કર્યો.
સામાયિક દરમ્યાન રાજના સમય પ્રમાણે પેલા શ્રાવક ભાઈ પૂજા–નવકારશી માટે આવી ગયેલ, પણ સામાયિકને કેટલી વાર છે ? એટલું પૂછીને પાછા ગયેલ, તેઓ સમયસર હાજર થયા, બંને જણને ઘરે લઈ જઈ આગ્રહપૂર્વક નવકારશી કરાવી, ડુવડાવી પૂજા માટે નિશા પળના નાકે શ્રી જગવલલભ પાશ્વનાથના દહેરે અને શ્રી સીમંધર સ્વામીના પ્રાચીન દેહરે લઈ ગયા.
બંને ભાઈઓએ પૂ. મહારાજશ્રીએ આજે મંગળ-વધામણું આપ્યા છે, તેથી તેમજ સંયમ–પ્રાપ્તિ માટે લાંબા કાળની ભાવના સાકાર બને તેવું લાગવાથી ઉપજેલ હરખ શંકાના વમળમાં અટવાઈ જતે હોઈ શ્રી જગવલ્લભદાદાની અને કર્તમાનકાળે વિચરતા અંતર્યામી કેવળજ્ઞાની શ્રી સીમંધર પ્રભુની નવાગે પૂજા દ્વારા વિશિષ્ટ પાલ્લાસ સાથે એગ્ય ઉકેલ મેળવાય, તેવી શુભ આશંસા દૃઢ કરી.
પૂજા પછી શ્રાવકભાઈની નિર્વ્યાજ સાધમિક-ભક્તિની ખૂબ હાદિક અનુમોદના સાથે જમીપરવારી બપોરે પૂ. મહારાજશ્રીએ ખુલાસાવાર વાત કરવાને સકતને ધ્યાનમાં રાખી વહેલાસર ઉપાશ્રયે આવી બંને ભાઈઓએ સામાયિક લીધું અને શ્રી નવકાર મહામંત્ર જાપ કરવા લાગ્યા.
પૂ શ્રી નીતિવિજયજી મહારાજે પણ વાપર્યા પછી ડોક આરામ કરી સાધુઓને વાચના આપી અઢીથી ત્રણના ગાળામાં બંને ભાઈઓને પિતાની પાસે બેલાવ્યા.
બંને ભાઈઓ પણ જાપ પૂરો કરી હરખભેર ચરવળાથી પૂજવા સાથે કટાસણું પાથરી વિનીત મુદ્રાએ પૂ. શ્રી નીતિવિજયજી મ. પાસે ફેટાવંદન કરી બેઠા.
પૂ. શ્રી નીતિવિજયજી મ.એ પ્રથમ બંનેને માંગલિક સંભળાવ્યું. વાસક્ષેપ નાંખે. પછી વાત કરી કે
“જુઓ સંસારી માણસે જે રીતે વિચારે, તે રીતે અને નથી વિચારતા ! અમારે તે. સંઘ-શાસનની મર્યાદાને ગ્ય વિચાર કરી પગલું ભરવું પડે ! અહીંના સંઘના આગેવાને સાથે પરામર્શ કરતાં તારણ એ નિકળ્યું છે કે-“મણિલાલને માહ સુ. ૫ મે સત્તર વર્ષ પૂરાં થાય છે, અને અઢારમું શરૂ થાય, એટલે કુટુંબીઓની રાની ખાસ જરૂર નહિ, તેમજ સરકારી-કાયદાની દષ્ટિએ સગીરપણું મટી જઈ કાયદેસર ઉંમરલાયક થયા ગણાય.”
વળી મણિલાલનાં પત્ની સ્વર્ગત થયાં હોવાથી વિરોધપક્ષનું વાતાવરણ ખાસ નથી. નિકટના કુટુંબીવર્ગમાં પિતા તે સંમત છે જ ! માતા ધર્મિષ્ઠ છે ! બીજા કેઈ ખાસ વિરોધ કરે તેમ નથી.”