________________
જાલ .
20220
- પર
-
-
-
-
-
માટે શાસન-સંધની મર્યાદાની દષ્ટિએ મણિલાલને માહ સુદ છઠના મંગળ-દિને દીક્ષા આપવી ઉચિત છે !”
“તે પણ લેક વ્યવહાર અને શહેરના વાતાવરણમાં વિદેશી શાસન-તંત્રની ગૂંચ ઉભી ન થાય માટે અહીથી ૨૫/૩૦ માઈલ દૂરના ગામે દીક્ષાને વિચાર ગોઠવ્યું છે.”
ભાઈ હેમચંદ ! તારા મુખ પર હાલમાં વિષાદની રેખાઓ ઉપસતી જોઈ રહ્યો છું, પણ ભાઈ “ધીરજના ફળ મીઠાં” તારામાં અદભુત–ઉદાત્ત આત્મશક્તિઓ સુષુપ્તપણે રહેલી મારી જ્ઞાન-ચક્ષુથી દેખાય છે !તારાથી શાસન અને ધર્મને ખૂબ જ વિશિષ્ટ લાભ થવાના એંધાણ તારા ચહેરા પર નિકળતી તેજ-રેખા અને હાથની રેખાથી સ્પષ્ટ જણાય છે.
પણ “ઉતાવળે આંબા ન પાકે !” શું કરૂ? એક તે તારી ઉંમર સગીર ! કેમકે આજે તારી ઉંમર ચૌદ વર્ષ, છ મહિના અને ત્રણ દિવસની છે !”
વળી પરણેતર સ્ત્રી નરમાં મજુદ છે, તેમજ શ્વસુ-પક્ષવાળા સાંભળવા પ્રમાણે ધર્મનિરપેક્ષ બની ખૂબ ઉગ્ર પગલું ભરે-તેવું જાણવા મળ્યું છે.”
તેથી વ્યાજના લોભમાં મૂળ બેઈ બેસવાની” જેમ તારી દીક્ષાના નિમિત્તે શાસન-હીલના, નાહક ડોળાણું અને ધમાલ થાય, તે ઉચિત નહીં !”
છે તેથી તારા માટે હજી થોડી વાર છે, ના કહેતાં મારે જીવ ચાલતું નથી ! પણ શું કરૂં ? અત્યારનું આ વિદેશી શાસન વિચિત્ર છે. તેની અડફેટે ચઢી જઈએ તે શાસન-ધર્મની અપભ્રાજના ઘણું થાય !”
માટે તું સમજુ અને શાણે છે !”
જયેષ્ઠ-બંધુની દીક્ષામાં તું સહયોગી થા ! દેવ-ગુરૂ કૃપાએ એ દિવસ પણ જલ્દી આવશે કે તું પણ આ પંથે આવી શકીશ !”
આ સાંભળી જ્ઞાનીના પાનમાં ઝબકતા સંસારના ઘટના-ચકમાં જેમ સારું-ખોટું બંને એક સાથે જાણવા મળે ! તેમ પૂ, નીતિવિજયજી મ. ના સમજાવટભર્યા ખુલાસાથી એકી સાથે બંને મુમુક્ષુઓના હૈયામાં વિરોધી જુદી-જુદી અસર થઈ.
જયેષ્ઠબંધુ દીક્ષા પ્રાપ્ત થવાના હર્ષ–અતિરેકથી ખૂબ પ્રમુદિત બન્યા, જ્યારે હેમચંદભાઈને દીક્ષા તુર્તમાં ન મળવાના વિચારથી ખેદની લાગણ હૈયાને લેવી રહી.
કમ-નિયંત્રિત સંસારની આ વિચિત્રતા છે. !
પણ વિનય વિવેકની મર્યાદાને વરેલા ભાવી–મહાપુરૂષરૂપે થવા સર્જાયેલ પૂ. ચરિત્ર નાયકશ્રી હજી તીવ્ર–અંતરાયને ઉદય કે ઠેઠ મોં-આગળ કેળીયે આવીને સરકી જાય છે,