________________
KETUVZEMAS
તેઓએ વિ. સં. ૧૪૧૭ માં બાર વર્ષની વયે દીક્ષા અને વિ. સં. ૧૪૪૧ માં આચાર્ય પદ પ્રાપ્ત કર્યું હતું, સાગર-શાખાના પ્રભાવક–પુરુષમાં તેઓનું સ્થાન સૌથી આગવું છે.
તેઓએ વિ. સં. ૧૪૪૦ માં શ્રી આવશ્યક સૂત્ર પર અવચૂરિ, વિ. સં. ૧૪૪૧ માં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પર અવસૂરિ તેમજ શ્રી ઘનિય ક્તિ પર અવસૂરિ રચી હતી.
આ ઉપરાંત શ્રી મુનિસુવ્રત સ્તવ અને ઘનૌ (૩) ઘોઘા) મંડન શ્રી નવખંડા પાર્શ્વનાથ સ્તવ રહ્યાં હતાં.
વળી ગુર્નાવલીના આધારે તેઓને વિ. સં. ૧૪૬૦ માં સ્વર્ગવાસ થયે હતે. અને કાળધર્મ પામીને તેઓ ચેથા દેવલેકમાં દેવપણે ઉપજ્યા હતા. શ્રી લક્ષ્મીસાગરસૂરિ :
પ્રભુ મહાવીરની ત્રેપનમી પાટે પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિ મ. ના પટ્ટપ્રભાવક શ્રી લક્ષ્મીસાગરસૂરિ થયા.
તેમને જન્મ ઉમતા ગામે વિ. સં. ૧૪૬૪ માં ભાદ રવા વદિ બીજે થયેલ, અને વિ. સં. ૧૪૭૦ માં પાટણમાં દીક્ષા, વિ. સં. ૧૪૭૯ માં પણ પદ, વિ. સં. ૧૪૯૯ માં રાણકપુર તીર્થે પંન્યાસપદ, વિ. સં. ૧૫૦૧ માં શ્રી મુંડલ –મુંગથલા-(આબુરોડ પાસે) તીર્થો વાચક પદ, અને એજસ્વી શાસન-પ્રભાવનાની શાંતિ જોઈ વિ સં. ૧૫૦૮ માં શ્રી મજજાપદ્ર (મજેરા-મેવાડ) માં પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. તથા પ. શ્રી ઉદયનંદીસૂરીશ્વર મ. શ્રીએ શાસન-પ્રભાવને સાથે આડંબર પૂર્વક આચાર્ય પદવી આપેલ
* આ તીર્થ ખૂબ જ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ છે, ચરમતીર્થ ર શ્રી મહાવીર દેવ પરમાત્મા છદ્મસ્થાવસ્થામાં અહીં પધાર્યાની અનુશ્રુતિ છે.
તે કારણથી પ્રભુના મોટાભાઈ શ્રી નંદિવર્ધન મહારાજાએ અહીં સ્મારકચિન્ડ તરીકે મંદિર બંધાવ્યાની અનુશ્રુતિને પુષ્ટ કરનાર ઉલેખો પણ મળેલ છે.
હાલમાં આ તીર્થમાં તપાષાણુની કાર્યોત્સર્ગ ધ્યાનમુદ્રાની પ્રભુ મહાવીર પરમાત્માની ભવ્ય પ્રતિમા છે.
કેટલાક વર્ષોથી અજ્ઞાત અને ખંડેર જેવી બિસ્માર હાલતમાં રહેલા આ તીર્થને જીર્ણોદ્ધાર ઈતિહાસ પ્રેમી શ્રાદ્ધવર્ય વિરત્ન સ્વ શ્રી અચલમલજી મેદી શિરોહીવાળાએ ખૂબ ખંત રાખી તનતોડ પરિશ્રમ ઉઠાવી કરાવ્યો છે.
આ તીર્થ આબુરોડથી ૧૦ માઈલ ઉપર રેવદર-જીરાવલાજી રેડ પર આવેલ છે.
Jડી ગામો[[[ી
શકી