________________
JULY
ભણાવી, અષ્ટપ્રકારી પૂજા વિધિપૂર્વક કરી, પછી આરતી-મંગળદી કરી, શાંતિકળશ દ્વારા વિષય-કષાયના તાપની શાંતિ સાથે પ્રભુશાસનના સંયમની પ્રાપ્તિ અંગે ભાવના સુદઢ કરી. - વધુમાં ઉલ્લાસપૂર્વક ચૈત્યવંદન કરી વિશિષ્ટ સ્તવનો દ્વારા પ્રભુના ગુણગાનથી હૈયાને ભક્તિસભર બનાવી ધન્યતા અનુભવી.
આ પ્રસંગે પધારેલા પૂજ્ય સાધુ-ભગવંતને સંપર્ક સાધી મનમાં ઘેલાતા વિચારેના સંઘર્ષમાંથી વિવેકબુદ્ધિના આધારે તીર્થભૂમિના પવિત્ર–વાતાવરણના બળે એ દઢ સંકલ્પ કર્યો કે
“અહીંથી ઘરે જઈ પૂ. બાપુજી સમક્ષ બધી વાતની રજુઆત સાથે મને વ્યથા જણાવી તેઓશ્રીના માર્ગદર્શન મુજબ ધરખમ–પ્રયત્ન કરી, પૂ ગુરૂદેવશ્રીના ચરણોમાં લીંબડી જઈ તાત્કાલિક સંયમ સ્વીકાર." - દાદીમા સાથે અમદાવાદ પાછા આવી મહા સુદ અગિયારશના રોજ પૂ. શ્રી નીતિવિજયજી મહારાજને વાસક્ષેપ લઈ કપડવંજ માલ ભરીને જતા વેપારીને સંગાથ મેળવી સુદ તેરશના મંગળ પ્રભાતે પૂ. ચરિત્રનાયકશ્રી કપડવંજ પહોંચી ગયા.
સુદ એકમના ગયા પછી કાંઈ સમાચાર ન હોવાથી વિવળ બની ઉઠેલ જમનાબહેન આદિ સ્વજન-વર્ગ પૂ. ચરિત્રનાયકશ્રીને એકલા ઘરે આવેલા જોઈ કુતૂહલ-જિજ્ઞાસા સાથે પુછ્યું : “મણિલાલ કયાં? તેની તબિયત કેમ છે ?”
પૂ. ચરિત્રનાયકશ્રીએ સૂર્યને છુપાવવાની બાલિશ ચેષ્ટાની જેમ સત્ય-હકીકતને છુપાવ્યું હવે અર્થ ?” એમ ધારી નિડરતાપૂર્વક મણિલાલની તબિયત સારીના સમાચાર સાથે દીક્ષાના સમાચારો ટૂંકમાં જણાવ્યા.
તે સાંભળી સહુ કુટુંબીઓ અચરજમાં ગરક થઈ ગયા, જમનાબહેને તે મગનભાઈનો ઉધડે લઈ નાંખે કે શું ધાર્યું છે તમે? આવું કપટ ! અમને બધાને અંધારામાં રાખ્યા ?” આદિ.
બીજા સ્વજન-વર્ગો પણું મહી ઘેલછાવશ જેમ આવે તેમ બોલવા માંડ્યું, એટલે પૂ. ચરિત્રનાયકશ્રીએ સૌને ઉકળાટ–ઉભો શાબ્દિક રીતે નિકળ્યા પછી ધીમેથી કહ્યું કે—
સાચો પિતા તે પિતાના સંતાનને દુઃખદાયી-સંસારના કૂવામાંથી ગમે તે પ્રયત્ન કરી બહાર જ કાઢે ! તમે સૌ સીધી રીતે સંમત ન થાવ, એટલે દવા કરાવવાના નામે તમારા સહુની ગર્ભિત સંમતિ પૂ. બાપુજીએ મેળવેલી જ”
“વળી મણિલાઈની તબિયત અંગે દવાની વાત સદંતર બેટી તે હતી જ નહીં, પરંતુ વિવેકી-બાપુજીએ દ્રવ્યહવા કરતાં, ભાવદવા રામબાણ રૂપે શારીરિક રોગે ઉપરાંત
,
,
,