________________
વિ. સં. ૧૫૯૬ના કાર્તિકવાદ ૨ ને સોમવારના દિવસે હીરજીએ પ્રજ્યા. ગ્રહણ કરી અને તેમનું “હીરહર્ષ” એવું નામ રાખવામાં આવ્યું.
હીરજીની સાથે બીજા આઠ જણાએ દીક્ષા લીધી. મે-ધીમે શાસ્ત્રાભ્યાસ કરતાં તેઓ સંયમ-ધર્મમાં પ્રવીણ બન્યા.
હવે ગુરૂને તેમને ન્યાયશાસ્ત્રમાં પ્રવીણ કરવાની ભાવ થઈ. આધુનિક–સમયમાં જેમ ન્યાય શાસ્ત્ર માટે બંગાળ અને વ્યાકરણ માટે કાશીને કેન્દ્ર દાન માનવામાં આવે છે, તેવી રીતે તે સમયે દક્ષિણમાં ન્યાયશાસ્ત્રના વિચક્ષણ વિદ્વાને રહેતા તા.
ગુરૂઆશાથી પૂ. મુનિ શ્રી ધર્મસાગરજી મ. અને પૂ. શ્રી રાજવિમળજી મ. ને સાથે લઈને પૂ. હીરહર્ષમુનિ દેવગિરિ (દોલતાબાદ) ગમ!.
ત્યાં કેટલેક કાળ રહી “ચિંતામણિ” વિગેરે ન્યા શાસ્ત્રના કઠિનમાં કઠિન ગ્રંથો અભ્યાસ કર્યો.
અભ્યાસ કરી આવ્યા બાદ તેમની શક્તિ તેમજ ગ્યતા જોઈ વિ. સં. ૧૬૯૭ માં નાડલાઈ (મારવાડે) માં પંડિતપદ અને વિ. સં. ૧૬૦૮ માં તે જ નગરમાં વાચક ઉપાધ્યાય પદ આપ્યું.
બાદ વિ. સં. ૧૬૧૦ માં શિહીમાં ચાંગામાં તાએ કરાવેલ મહત્સવપૂર્વક આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું અને તેમનું શ્રી વિજયહીરસૂરિ એવું નામ સ્થાપવામાં આવ્યું.
આચાર્ય પદવી પછી તેઓ વિહાર કરી પાટણ આવ્યા અને તે પ્રસંગે સુબા શેરખાનના મંત્રી ભણસાલી સમરથ અતુલ દ્રવ્ય વાપર્યું
વિ. સં. ૧૬૨૨ માં વૈશાખ સુદ ૧૨ ના રોજ ઉતા ગુજરાતમાં મહેસાણુ પાસે વડાવલી (ચાણમાથી ૫ મા.)માં ગુરૂ મહારાજશ્રી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરને સ્વર્ગવાસ થતાં તેમના માથે ગ૭ની સાર-સંભાળની મહત્વપૂર્ણ જવાબદારી આવી.
સૂરિજી પૂર્વજન્મની પ્રબળ-આરાધનાના બળે વિશિષ્ટ તે જ્ઞાન-સંયમ-તપની ત્રિવેણીને સુંદર સમન્વયાત્મક સુગ સાધી શાસનની અપૂર્વ પ્રભાવનાના કાર્યોમાં યશસ્વી બની અનેક ભવ્યાત્માઓને દીક્ષા, અંજનશલાકા પ્રતિષ્ઠા, છરી પાળતા તીર્થ યાત્રા--સંઘ આદિ મહત્ત્વનાં કાર્યો ઉપરાંત તેઓ શાસનની સુરક્ષાના કાર્યમાં બાહ્ય-અત્યંતર આ મણોને ખાળવામાં પણ પૂર્ણ સફળ નિવડયા હતા. | વિક્રમની સોળમી-શતાબ્દીમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાત-પ્રાંતમાં ફેલાયેલી અ-રાજકતાનું જે સામ્રાજ્ય જાણ્યું હતું, તેમાં પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. ને પણ કેટલાક કષ્ટદાયક-પ્રસંગમાંથી પસાર થવું પડ્યું હતું.