________________
TAZHDUYUN
દિવસ શ્રેષ્ઠ છે, તમને તે દિવસે ગ્ય-સ્થળે વિધિપૂર્વક દીક્ષા આપશે” વગેરે અવસરચિત બધી વાત સમજાવી.
મણિભાઈએ પૂ. મહારાજશ્રીના ચરણોમાં હરખભેર મસ્તક ઝુકાવી જ્ઞાન પૂજન કરી વાસક્ષેપ નખા..
પૂ. ચરિત્રનાયકશ્રીએ પણ પૂ. મહારાજશ્રી પાસે આવી વાસક્ષેપ નંખાવી બંધુ સાથે જવા અને દીક્ષામાં ભાગ લેવા માટે પૂ. મહારાજશ્રીની અનુમતિ માંગી. પૂ. મહારાજશ્રીએ પણ અનુમતિ આપી.
પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી વિહાર કરી રહેલ પ. પૂ. મુનિ શ્રી દીપવિજયજી મ. સાથે જવા બંને ભાઈ એ તૈયાર થઈ ગયા. - માહ સુ. ૩ ના સાંજે ૪–૨૭ મિનિટના મંગલમુહૂર્ત પૂ. મહારાજશ્રીના વરદ-આશીર્વાદ સાથે મંગલ પ્રયાણ કર્યું.
સવાર-સાંજ વિહાર કરતા સુદ પાંચમ સવારે કાસીન્દ્રા ગામે પહોંચ્યા. વિવેકી-શ્રાવકેએ પૂ. દીપ વિજયજી મ. ને વ્યાખ્યાન માટે વિનંતિ કરી, એક ભાઈએ બપોરે પંચકલ્યાણકની પૂજા ભણાવવાના વિચારથી આગ્રહપૂર્વક રોક્યા.
પૂ. ગુરૂદેવશ્રીની સૂચના પ્રમાણે માહ સુ. ૬ ના મંગલ મુહૂર્તને સાચવી મણિલાલની દીક્ષાનું કામ ઉત્સાહી ધર્મપ્રેમી શ્રાવકેવાળા આ ગામમાં પતાવાય તે ઠીક ! એમ ધારી પૂ. વયેવૃદ્ધ અને સમયના પારખુ શ્રી દીપવિજયજી મ. શ્રીએ વ્યાખ્યાન પછી ગામના ચાર-પાંચ અગ્રગણ્ય શ્રાવકને બેલાવી સાથે આવેલ મુમુક્ષુ ભાઈને ટુંક પરિચય, તેમના પિતાએ દીક્ષા માટે મોકલ્યાને પત્ર, સાથે નાના ભાઈ દિક્ષા અપાવવા આવ્યા છે, ઉંમર ૧૬ વર્ષ ઉપરની છે, વિગેરે વાતે સમજાવી. " સંઘના આગેવાને “સંઘના બીજા-ભાઈઓને પૂછી નક્કી કરી હમણાં આવીએ છીએ.” એમ કહી હરખભેર ગયા.
થોડી વારે સંઘના દશબાર આગેવાન શ્રાવકે પૂ. મહારાજશ્રી પાસે આવ્યા ને “અમારા આંગણે પુણ્યવાન છવ સંસાર-સમુદ્રથી પાર ઉતારનારી, ભવભય-હારિણી, ભાગવતી દિક્ષા સ્વીકારે તે અમારાં અહોભાગ્ય છે.”
“આવા પુણ્યશાળી નરરત્નનાં પગલાં અમારા આંગણે ક્યાંથી ?” આદિ શબ્દોથી હૈયાને ઉલ્લાસ શ્રીસંઘે વ્યક્ત કર્યો.
અને તુર્ત દીક્ષાથી મણિલાલને શ્રી સંઘે બહુમાન પૂર્વક ઢોલ-ત્રાંસા વગાડવા સાથે સંઘના આગેવાનના હાથે કંકુનું તિલક કરાવી હાથમાં શ્રીફળ અને સવાઅગિયાર રૂપિયા આપી