________________
-
-
-
-
- -
મિનિટ ). 200%
*
**
મણીલાલ ! આ જગતમાં જમીને શું કરવાનું ? આમ ને આમ કારમી મહેનત કરી આખી જિંદગી પૂરી કરી દેવાની ? બિચારાં આ પશુઓ !...............કાંઈ સમજણ કે વિવેક નથી, ઢસરડા કરીને મરી જાય છે, આ ખેડુતે પણ આમ જ કારમી વેઠ કરી રહ્યા છે ! આપણે શું કરવું ?” આવા વિચારો વારંવાર આવે છે.
નાના-બાળકની આવી અ—ગંભીર વાતો સાંભળી ઘડીભર આભે બની મણીલાલ પીઠ પંપાળી સાંત્વના આપતે કે-“ ચાલ! હમણાં એ બધું આપણે ઉપાશ્રય જઈ પૂ. મહારાજ સાહેબને પૂછીશું.
હેમચંદને એ વાત ગળે ઉતરતી, કે ઉપાશ્રયે જઈ પૂ. મહારાજશ્રી પાસે આ બાબત ચોગ્ય માર્ગદર્શન મેળવવું જ!
એટલે બાલક હેમચંદ નિશાળે જવાની વાર હોય કે રજા હય, જ્યારે પણ સમય મળે, ત્યારે શેરીઓમાં રખડવાને બદલે મોટાભાઈ સાથે સીધો ઉપાશ્રયે પહોંચી જતો ! કયારેક એકલો પણ ઉપાશ્રયે જાતે. ઉપાશ્રયમાં વ્યાખ્યાન ચાલતું હોય કે કોઈ ધર્મચર્ચા ચાલતી હોય તે તે ધ્યાનપૂર્વક સાંભળતો.
'અવસર મેળવી નાના મા રાજ કે બીજા મહારાજને પૂછતો કે મહારાજ ? ધર્મ કરીએ તેથી શું થાય ? આ જીવનમાં જન્મીને ખરેખર શું કરવું ઘટે ? તમે આ સંસાર કેમ છોડે ?”વગેરે. '
પછી પૂજ્ય મહારાજશ્રીની મધુર-મીડી બાલ, સુલભ શૈલીમાં મધુબિંદુ, છ-લેશ્યા, ધના શાલિભદ્રજી, જબુસ્વામી. વજસ્વામીજી, દશાણુભદ્ર મહારાજા આદિ-મહાપુરૂષના જીવનવૃત્તાંત સાંભળવાથી પિત ની તત્ત્વ-જિજ્ઞાસા તૃપ્ત કરે અને મનમાં ગાંઠ વાળે જો કે
જીવનને સારાંશ વ્યવહાર -કાળમાં જીવાતા જીવનમાં નથી, પણ મહાપુરૂષો જે રીતે જીવી ગયા અને આજે પણ ત્યાગી, તપસ્વી, સંયમી-મુનિએ જે રીતે જીવન વીતાવે છે, તે રીતે જીવન જીવવામાં લાભ છે.”
આમ અવ્યક્તપણે પણ સાધુ-જીવન, ચારિત્ર-શુદ્ધ જીવન અને સંયમી-જીવન તરફ અંતરનું આકર્ષણ કેળવાતું ગયું
ઘરમાં સામાયિકની ઓરડીમાં અવારનવાર બાપુજી સાથે વાસક્ષેપ-પૂજા અને નવકારવાળી ગણવા હેમચંદ સ. તેમાં એક દિવસ અચાનક પૂ. રસાગરજી મ. ના નાનકડા ચિત્ર પર નજર પડી. પૂ. શ્રીની સુંદર પ્રતિભા અને ઓજસ્વી ચહેરાને જોઈ, આકર્ષાયેલે હેમચંદ બાપુજીને પૂછવા લાગ્યું કે “બાપુજી, આ ક્યા મહારાજ છે ?”
આ, જી. ૩૦