________________
ADMODUM
ત્યાં ઘેડ વિશ્રામ કરી નારતા પાણીથી પતાવી વહેલામાં વહેલી તકે પૂ. ગુરૂદેવના ચરણોમાં પહોંચી જવાની અદય-ઉત્સુકતાથી બન્ને ભાઈઓએ પરસેવે રેબઝેબ થવા છતાં સંયમના ઉમંગ-ઉત્સાહથી પ્રસન્ન વદને ત્રણથી ચારના ગાળામાં અમદાવાદમાં પ્રવેશ કર્યો અને ડેશીવાડાની પિળમાં વિદ્યાશાળામાં બિરાજતા પૂ. નીતિવિજય મ. પાસે પૂ બાપુજીની સૂચના પ્રમાણે બાપુજીએ લખી આપેલ પત્ર સાથે પહોંચવા તજવીજ કરી.
પૂ. ચરિત્રનાયકશ્રીની સમય સુચકતાથી ઊંટવાળાને કાળુપુર દરવાજા નાકે જ ભાડું ચૂકવી રવાના કરી દીધે, જેથી કપડવંજમાં પૂ. મહારાજશ્રી પાસે પહોંચ્યાના સમાચાર ફેલાય નહિ.
ઉપરાંત પૂ. ચરિત્રનાયકશ્રીએ વડિલબંધુને સૂચન કર્યું કે “મહત્વના કામ માટે જઈએ છીએ તે પૂ. ગુરૂદેવ પાસે ખાલી હાથે કેમ જવું? બજારમાંથી માંગલિક તરીકે શ્રીફળ લઈ લઈએ ?” મણિલાલને પણ એ વાત ચિત લાગી. - કાળુપુરથી વિદ્યાશાળા આવવાના માર્ગ પરથી એક દુકાને તપાસ કરી તે પાંચ-દશ શ્રીફળમાંથી સારૂં પાણીવાળું એક જ શ્રીફળ મળ્યું, આસપાસની બીજી દુકાનોમાં તપાસ કરી પણ બનવા-કાળ કંઈ મેળ ન ખાધે.
બન્ને ભાઈઓ અમદાવાદ શહેરમાં એકલા પહેલી જ વાર આવેલ હોઈ અજાણ્યા - આંધળો બરોબર” કહેવત પ્રમાણે કયાંક કાળુપુરમાંથી બીજે રસ્તે ચઢી જઈશું તે ફરી પાછા ઠેકાણે આવતાં મોડું શો, વળી સાયંકાલ થવા આવ્યું છે, પુ. મહારાજશ્રી પાસે મોડા જવું તે ઠીક નહીં, જેમ બને તેમ વહેલામાં વહેલા પહોંચવાની ગણત્રીએ સારું જોઈએ તેવું પાણીદાર શ્રીફળ એક જ નંગ મળ્યું તે તેમાં સંતોષ માની ઝટપટ ડેશીવાડાની પળે આવ્યા.
સામે એક શ્રાવકભાઈ મળ્યા, તેમને પ્રણામ કરી વિદ્યાશાળા કયાં? એમ પૂછ્યું. એટલે પેલા ભાઈએ પરસેવે રેબઝેબ અને બાળકોને જોઈ કયાંક દૂરથી પૂ. મહારાજશ્રી પાસે વાંદવા આવતા લાગે છે, એમ ધારી અચાનક સાધર્મિક-ભક્તિને લાભ મળશે એમ વિચારી બહુમાનપૂર્વક બંને ભાઈઓને વિપાશાળામાં પૂ. નીતિવિજયજી મ. પાસે લઈ જઈ પોતે થોડીવારમાં જમવા માટે બોલાવવા આવે છે એમ કહી પેલા ભાઈ ઘરે ગયા.
મણિલાલ અને પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. નીતિવિજયજી મ.થી આગળ પાટલા પર ચેખાને સાથિયે કરી, શ્રીફળ ચાટાવી ભાવભરી વંદના કરી બહુમાન પૂર્વક સુખશાંતિ પછી, વિનય પૂર્વક પરિચર્યા કરી. પૂ. મહારાજશ્રીએ ક્યાંથી આવ્યા છો? કેમ આવ્યા છો? વગેરે ઔપચારિક વાત કરી.
મણિલાલે ટુંકમાં વિગત કહી, પૂ. ચરિત્રનાયકશ્રીએ બાપુજીએ લખી આપેલ પત્ર રજુ કર્યો, પૂ. મહારાજશ્રીએ વાં, આખી વિગતનો ખ્યાલ આવ્યો, પૂ. ઝવેરસાગરજી