________________
THVÕITVEE URE
આ પછી સંયમધર્મ–પ્રાપ્તિને મંગલ–અનેરને સક્રિય બનાવવા તથા તે અંગે લીધેલ અભિગ્રહને વધુ શક્તિશાળી બનાવવા ગિરિરાજના અંગભૂત શ્રી કદમ્બગિરિ, શ્રી હસ્તગિરિ, શ્રી તાલધ્વજગિરિ આદિ તીર્થોની ભાવભરી સ્પર્શના કરી.
પારણુ-પ્રસંગે આવેલ બીજા બધા સ્વજન-વર્ગને સીધા કે પડવંજ બાજુ રવાના કરી પારણું પ્રસંગે લીંબડીથી આવેલ સો માણસને સંગાથ શોધી કાઢી તેઓના પંદર-વીસ ગાડાંઓ વૈ. સુ. પ.ના મંગલ પ્રભાતે લીબડી તરફ રવાના થયાં, તેમની સાથે મગનભાઈએ પણ પિતાના અને સંતાનોને લઈ તીર્થયાત્રાના ઉલ્લાસ સાથે ગુરૂ-ચાત્રાના ઉમંગને ભેળવી લીબડી તરફ પ્રયાણ કર્યું.
ચોથા દિવસે સવારે આઠથી નવ વાગવાના અવસરે લીબડી પહોંચી ગયા, મગનભાઈ દહેરાસરે દર્શન કરી પોતાના તારક ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ. પાસે પહોંચ્યા, બને બાલકોને પણ પૂ. શ્રીના ચરણે મસ્તક ઝુકાવી વંદન સાથે વરદ–વારક્ષેપ નંખાવી હાથ મુકા.
- પૂજ્યશ્રી વ્યાખ્યાને બેઠા એટલે મગનભાઈએ બન્ને બાળકો સાથે સામાયિક લીધું, વ્યાખ્યાન દરમ્યાન દેઢ કલાક સુધી જીવના અનાદિકાલીન-ભ્રમણ કારણભૂત કર્મોના બંધને અને તેમાંથી છોડાવનાર પ્રભુશાસનની સંયમ-ધર્મ સ્વીકારવા રૂપે સફલ-આરાધનાની વાત એકીટસે ઉત્કટ–ભાવશુદ્ધિ પૂર્વક સાંભળી, પછી બન્ને બાલક સાથે પ્રભુ–પૂજા કરી સુદ આઠમ હોવાથી પિતે આયંબિલ કર્યું અને બન્ને બાલકને બેસણુ કરાવ્યું.
બપોરના સમયે એકાંત મેળવી મગનભાઈએ આંખમાં આ સુ લાવી પિતાની સંયમસ્વીકાર માટેની નિર્બલતા દર્શાવી બન્ને બાલકે પ્રભુશાસન માટે સમર્પિત બનવા સ્વતઃ તૈયાર થયા છે-આ વાત જણાવી, “આ ઉદાત્ત–પુણ્યકાર્યથી મારું મેહનીયક તુટે અને વહેલામાં વહેલું મને સંયમ મળે તેવી મારી ભાવનાના આપ પૂરક બને !” વિગેરે વાત રજુ કરી..
પૂ. ઝવેરસાગરજી મહારાજશ્રીએ આગમાનુસારી પોઢ-ગંભીરતા પૂર્વક બને બાલકને એક બાજુ બેસાડી તેમના અંતરને ચકાસી જોયાં, જેમાં પૂજ્યશ્રીને સુદઢ પ્રતીતિ થઈ કે-“પૂર્વજન્મની વિશિષ્ટ-આરાધનાના સંસ્કારના બળે પૂ. ચરિત્રનાયકશ્રીને વૈરાગ્યના પાયામાં તાત્વિક–સમજણ વધુ મજબુત છે, જેના સમર્થક-પુરાવારૂપે નાની વય છતાં ઉંમરલાયકને છાજે તેવી સ્થિર–ગંભીર રીતે વાતની ૨જુઆત, તથા સંયમધર્મની પકડ, કુટુંબીઓના મોહજાળની આદર્શ પરખ આદિ તેમની વાતચીત દરમ્યાન સ્પષ્ટ તરતું, મણિલાલની વૈરાગ્ય ભાવના નક્કર લાગી, તેમ છતાં વિધુર-અવસ્થા સુરતમાં થયેલ છે હજી ઘેડે સમય વૈરાગ્ય માટે ફાળવે જરૂરી મા.
બને–બાલકની વાત જાણ્યા પછી પૂ. ઝવેરસાગરજીમ, એ મગનભાઈને બોલાવ્યા, પૂછયું કે “શે વિચાર છે? બને જણું ઘુઘરા બાંધી તૈયાર બેઠા છે.'
5
-
-
-