________________
UDBOYUN
“પણ! તારા માટે થોડા કાળક્ષેપ પૂ. તારક-ગુરૂદેવના આદેશ મુજબ કરે જરૂરી છે ! પરંતુ મણિલાલ માટે હવે વિલંબ કરે ઉચિત નથી, તેમજ તેની તમન્ના સંયમ તરફ દિનપ્રતિદિન તીવ્ર થતી જાય છે, તે તેની ભાવનાને જલ્દી સક્રિય-રૂપ આપવા મારી આ એક ગોઠવણ છે કે શરીરની માંદગી કે જે હકીકતમાં ખોટી નથી, તેનો લાભ લઈ આપણું કામ સરળ બનાવી લેવું ! - કેમકે વારંવાર શરદી-તાવના હુમલા તથા અપ, વાયુ વગેરેની તકલીફ મણિલાલને ઘણી રહે છે, તે અંગે યેગ્ય છે. પગારે ઘણા કર્યા, પણ ધારી અસર થઈ નથી, તેથી, તેનો લાભ લઈ મેં એક વ્યવસ્થિત એજના ઘડી કાઢી છે તેમાં શરીરની સુખાકારિતાના હિસાબે કઈ સ્વજન વર્ગ આડે નહિ આવે, ટે માણલાલને તારી સાથે સારા વૈદ્યને બતાવવા અને દવા કરાવવાના બહાને અમદાવાદ મોકલું !
ત્યાં મારા પરમતારક ગુર દેવશ્રીએ પવથી પાકી વ્યવસ્થા કરી છે કે સંવેગી શાખામાં પિતાના વિશાળ-પરિવાર સાથે કાયમ-દીક્ષા સ્વીકારી અજ્ઞાનમૂઢ અનેક જીને સન્માર્ગ– રસિક બનાવનાર પૂ. શ્રી બુદ્ધિવિજયજી (પૂ. બુટેરાયજી) મ. ના પ્રભાવક અનેક-શિષ્ય પૈકી જ્ઞાન–સંયમ અને તપની ત્રિવેણુના સુભગ-સંગથી પરમાદરણીય, શાસ્ત્રોના અઠંગ જાણકાર પૂ. શ્રી નીતિવિજયજી મ. પાસે મણિલાલનું કામ પતી જાય, તેથી મારી દેખાવમાં અસંગત પણ મૂળ-લક્ષ્યની સિ િમાટે વ્યવસ્થિત ગોઠવણ છે, બોલ ! બરાબર છે ને ?”
આ સાંભળી નજીકમાં જ પથારી કરી સૂઈ રહેલા પણ માનસિક-અસ્વસ્થતાથી ઊંઘવા નહીં પામેલ મણિલાલ ખૂબ ૨ છ–પ્રસન્ન થઈ ગયા અને પૂ. બાપુજીના ચરણોમાં માથું મુકી
હકીક્તમાં આ સંસારના કારાગ રથી છેડાવનાર આવા પિતાજી ભવોભવ મલજે” એમ કહી ખૂબ જ ભાવથી નમી પડયા.
. ચરિત્રનાયકશ્રી પણ પૂ. પિતાજીની ચરબુદ્ધિ અને અજબ કુનેહભરી વિવેકબુદ્ધિ બદલ ખૂબ પ્રમુદિત બની વડિલ-બંધુનુ કામ થતું નિહાળી આનંદિત તે બન્યા, પણ પિતા માટે હજી કાળક્ષેપ કેટલે ? અને જ્યાં સુધી ? એમ પૂ. બાપુજીને પૂછવા વિચાર થયે, પણ “નાના મહએ આવું બધું ન બેલાય !” એમ કરી વિનયની મર્યાદાને વશ રહી પૂ. બાપુજીના ચરણે ભક્તિપૂર્વક સ્પર્શ કરવા સાથે નકાર કરી સૂવા માટે જયેશ બંધુ પરે ગયા.
આ વાતચીત પછી મણિભાઈએ “શરીરની અવસ્થતાના ઓઠા તળે સંસારથી વહેલે છુટકારો મળશે એમ ધારી શરી પી અસ્વસ્થતા વધુ દેખાડવા માંડી.
મગનભાઈએ પણ જમનાબહેનને સમજાવી-પટાવી મણિલાલને સારા વૈદ્યને બતાવી દવા કરાવવા પોતાના આડતીયા ૫ પાકી ભલામણ લખી પૂ. ચરિત્રનાયકશ્રી સાથે દાદીમાના ઘરે અમદાવાદ મોકલવાનું નકકી કરાવ્યું.