________________
KRAVDUZEMRS.
મગનભાઈએ તે વાતને ઉલ્લાસપૂર્વક વધાવી તે અંગેની ઘટિત વ્યવસ્થા કરાવી, કેમકે પિ દિવાળીની આરાધના છઠ્ઠ કરી, પૌષધદ્વારા કરવાના હતા.
જમનાબહેનને પિતાની સહેલીઓ–બેનપણીઓ સાથે સવારના મંગલ-વાતાવરણમાં બધા દેહરે બાળકને દર્શન માટે લઈ જવાની વ્યવસ્થા ગોઠવી.
મગનભાઈએ વધુમાં જમનાબહેનનું ધ્યાન ખેંચ્યું કે- “લૌકિકષ્ટિએ સારા વસ્ત્રાભૂષણે પહેરી આમોદ-પ્રમોદનું મનાતું દિવાળી પર્વ હકીકતમાં તે શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ-કલ્યાણકની આરાધના રૂપ છે, જેનાથી જીવનમાં વિવેકને પ્રકાશ પથરાય છે અને કેવળજ્ઞાની તીર્થકર પરમાત્મારૂપ સૂર્યના વિરહે તેઓએ પ્રગટાવેલ–સ્થાપેલ શાસનરૂપ દીપકના અજવાળે જીવન શક્તિએને કર્મનિર્જરાના લક્ષ્ય તરફ કેન્દ્રિત કરવાની હોય છે–આ વાત ભૂલવા જેવી નથી.”
મગનભાઈએ આ વદ ૧૪ના પરોઢિયે જમનાબહેન સાથે પ્રતિક્રમણ કર્યું. પછી ઉપાશ્રયે જઈ પષધ ગ્રહણ કર્યો, સાથે છઠ્ઠની તપશ્ચર્યાથી જીવનને આરંભ-સમારંભ અને સંસારી-વાતાવરણથી અળગું રાખવાની શ્રાવક–પણની નેમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો.
જમનાબહેને પણ સવારે હેનપણીઓ સાથે ઉલ્લાસપૂર્વક બાળક-હેમચંદને બધા દહેરાસરે લઈ જઈ, દર્શન કરાવી, ગહ્લી ઉપર સવા રૂપિઓ તથા ભંડારમાં સવા પાંચ રૂપિઆ બાળકના હાથે ચડાવરાવી ત્રણ ખમાસમણ દેવરાવી શ્રાવકજીવનના સુસંસ્કારથી સુવાસિત કર્યો.
છેલ્લે માણેક શેઠાણની વાડીના શ્રી નેમિનાથપ્રભુના દહેરે તો બાળક શ્રી નેમિનાથપ્રભુના મનહર-બિ બ તરફ જાણે કશું જતા હોય તેમ વારંવાર ટગરટગર જેવા લાગે અને પાટલા ઉપર રહેલી નવકારવાળી તરફ વારંવાર હાથ પસારવા માંડે.
જમનાબહેને બાળકની સાહજિક આ ક્રિયાને ભાવી પ્રશસ્ત-જીવનના ઈશારારૂપ સમજી બાળકના સંતોષાથે નવકારવાળી લઈ શ્રીનવકારના પ્રથમપદને જાપ ઉચ્ચસ્વરે બાળક સાંભળે તેમ કર્યો અને બાળકનો હાથ નવકારવાળીને અડાડી રાખે, જેથી બાલક ખૂબ પ્રસન્ન થયું હોય, તેમ તેના મુખને મલકાટથી સૌને લાગ્યું.
આ રીતે બધા દહેરે દર્શન કરાવી, ઘરે આવી પ્રાતઃકર્મ પતાવી, ઉપાશ્રયે વ્યાખ્યાન સમયે જમનાબહેન બાળકને લઈ આવ્યા. પિતાને સામાયિક કરવાનું હેઈ મગનભાઈ પાસે બાળકને બેસાડશે.
મગનભાઈએ બાળકને અનાનુપૂવીના ફોટા સામે જે-જે કરાવી પાસે સુવાડી દીધે, સુતાં–સુતાં પણ પૂ. મહારાજશ્રી સામે વચ્ચે-વચ્ચે ધારીને જોયા કરતે.
AVIS
8 કરો ૧૦૮ ગ9િ . S:/ /kી .