________________
rJI SWISS
GJ | IN: 3
૧/૧
& Bloછે
.
જ
માવા ના પ્રકરણ-૧૬ છે
છે! કપડવંજની ધાર્મિક સમૃદ્ધિ છે અ
ને
અનેક મહાપુરૂષનાં પાવન પગલાં અને વિશિષ્ટ ધાર્મિક સ્થાનોથી સભર શ્રી કપડવંજની યશગાથા પૂર્વના મહાપુરૂષોએ ધર્મભાવનાથી સીચેલી પુણ્યવેલડીના ફળ સ્વરૂપ જંગમ-સ્થાવર ધાર્મિક સંપત્તિના કારણે વધુ હતી–છે.
તેમાં સ્થાવર અને જંગમ એ બે પ્રકારની સંપઢાઓમાં સ્થાવર સંપદા રૂપે ધર્મભાવનાના પ્રતીકરૂપ શિલ્પસમૃદ્ધ સ્થાપત્યનું સ્થાન પ્રથમ આવે છે.
કપડવંજની ધરતીનું ગૌરવ ઈતિહાસમાં વિશિષ્ટ રીતે અગ્રસ્થાને છે, તેમાં આ ધરતી ઉપર જળવાઈ રહેલાં સ્મારકને મુખ્ય ફાળે જાય છે.
ચૌલુક્ય વંશના રાજાઓએ બનાવેલ શિલ્પસમૃદ્ધ તેરણ, કુંડવાવ, બત્રીસકેઠાની વાવ, નીલકંઠ મહાદેવનું મંદિર, મહાલક્ષ્મી માતાજી, નારાયણ દેવની મૂતિ, કુડવાવના જીર્ણોદ્ધાર વખતે મળી આવેલ કેટલાક શિલ્પના અવશેષ, ગાયકવાડ સરકારના અમલ દરમિયાન શહેરના સંરક્ષણ અંગે કેટ બંધાવતાં ખેદકામ વખતે મળી આવેલ હનુમાનજીની પ્રચંડ મૂત્તિ, કિકલા અને પરકેટના દરવાજા, મસ્જિદનાં ખંડેરે, પ્રાચીન દેવમંદિરે આદિ શિપસમૃદ્ધ સ્થાપત્ય કપડવંજના ઇતિહાસ-પ્રસિદ્ધ ભૂતકાલીન ગૌરવગાથાના ભવ્ય પ્રતીક છે.