________________
0000
પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મસ્થાનની સામે જ આવા અતિવિરલ સિદ્ધિવાળા મહાત્મા આજથી ૮૦ થી ૯૦ વર્ષ પૂર્વે હતા, એટલે આવા મહાપુરુષની અમીષ્ટથી પરિપૂત બનેલ વાતાવરણની પણ કેવી પ્રભાવાત્પાદક અસર પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનમાં પડી હશે ? તે તેઓશ્રીના અદ્ભુત શાસનપ્રભાવનાવ...ક પ્રસંગાથી જાણવા મળી શકે છે.
(૬) શ્રી માણિભદ્રજીનું પ્રાચીનસ્થાન
વિશિષ્ટ—ચમત્કારી–મહાપુરુષના સ`ભારણાવાળા આ ઉપાશ્રયમાં તેઓશ્રીની ઉપાસનાના પ્રતિક રૂપ તપાગચ્છના અધિષ્ઠાયક પ્રભાવશાળી શ્રી માણિભદ્રજીની ચમત્કારિક સ્થાપના છે, જ્યાં આજે પણ ભાવિકે આવી વિવિધ ખાધા-માનતા પૂર્તિ કરતા હોય છે.
(૭) આયંબિલખાતુ
યતિજીના સ્વર્ગવાસ પછી ખાલી પડી રહેલ લહુડી-પાસાળના ઉપાશ્રયના વહીવટ શ્રી સંઘ હસ્તક આવતાં ક્રિયાનિષ્ઠ, સરળપરિણામી, સ્વ.પૂ. આચાય શ્રી વિજય ભક્તિસુરીશ્વરજી મ. શ્રીના ઉપદેશથી વિ સ. ૧૯૯૪માં શ્રીવધ માન-આયંબિલ તપખાતાની સ્થાપના આ ઉપાશ્રયમાં કરવામાં આવી.
આ આયંબીલ ખાતામાં આજ સુધીમાં હજારો આરાધકો શ્રી વર્ધમાન તપ આદિની છૂટક—લાંબી આરાધના સાથે નિરીહભાવના પ્રકૃષ્ટ સાધન રૂપ આયખીલ તપની આરાધના માટે
ઉજમાળ બન્યા છે.
(૮) સાધર્મિક ભક્તિફડ
પર્વાધિરાજની આરાધના દરમ્યાન સાધર્મિક ભક્તિ અને સાધર્મિક વાત્સલ્યનાં સીમાતીત વના સાંભળી જૈન સાંઘમાં કોઈ આપણા સાધર્મિક ધર્મની આરાધનામાં આર્થિક મુશ્કેલીથી પાછા ન પડે તે શુભ આશયથી મેાટી ધનરાશિ એકત્રિત કરી તેમાંથી દર અઠવાડિયે આયંબીલ ખાતાના મકાનમાં ચાલુ બજારથી ઓછા ભાંવે અનાજ અને તેલની વહેંચણી શ્રી સંઘ તરફથી કરવામાં આવે છે.
(૯) જૈન જ્ઞાનભંડાર
શેઠ મીઠાભાઈ ગુલાલચ'દ જૈન ઉપાશ્રયમાં વ્યાખ્યાન—હાલ સામેની ઓરડીમાં તથા ઉપાશ્રયના નીચેના વિશાળ એરડામાં શ્રી સંઘ તરફથી પ્રાચીન હસ્તલિખિત પ્રતે, મુદ્રિત પ્રતા અને પુસ્તકોના વ્યવસ્થિત અત્યંત વિશાળ સુદર સંગ્રહ સંખ્યાબંધ કમાટામાં સુરક્ષિત છે.
FONE
૧૦૭