________________
KAS RAŠTELRS
પરમાત્માના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષના ગાળામાં ત્રાટકેલા ભીષણ બારવષય દુષ્કાળેથી વેરવિખેર થવા પામેલ આગમિક વારસાને સુરક્ષિત રાખવા પુનિત-નામધેય ગીતાર્થ–મહાપુરૂષોએ કરેલ ભગીરથ પ્રયત્નના ફળરૂપે છે વાચનાઓ થયાની વાત જમનાબહેન મગનભાઈ પાસે વારંવાર વાંચી સંભળાવવાનો આગ્રહ કરતાં.
મગનભાઈ પણ જમનાબહેનની આગમિક તીવ્રરૂચિ ઉપજવા પાછળ ગર્ભસ્થ જીવની ઉદાત્ત ભાવનાઓને કારણભૂત માની ઉમંગભેર સુંદર રેચક શબ્દોમાં અવારનવાર તેવા પ્રસંગે સંભળાવતા, જે સાંભળી જમનાબહેન ખૂબ પ્રસન્ન થતાં.
કાળક્રમે ગર્ભસ્થ–બાળકની ઉદાત્ત પુણ્યપ્રકૃતિબળે મગનભાઈને પાઘડીઓના વેપારમાં અને નાણાંની ધીરધારમાં થતી વ્યાજની આવકમાં તથા ઈજજત આબરૂમાં અતકિત વધારો થવા લાગે.
જેઠ મહિનાની સુ. ૩ ના રોજ પૂ. ઝવેરસાગરજી મ.ને પત્ર મગનભાઈને મળે.
જેમાં તેઓના અનેક આગમિક પ્રશ્નોના સમાધાન સાથે વર્તમાનકાળે આગમિકજ્ઞાનની અલ્પતા થવાથી તાત્વિક વિચાર–સરણિ શ્રી સંઘમાં નિસ્તેજ થવા માંડી છે, તે અંગે ઉલ્લેખ હતો.
“સાથે સાથે પુણ્યવાન વ્યક્તિના જન્મના ભણકારાની તેમાંધ હતી, તેના કારણ તરીકે વિક્રમની ૧૯૩૧ ની સાલ, ગુરૂ-શનિ-મંગળના વિશિષ્ટ કેન્દ્રીયગ અને શુભ ગ્રહોના અંશાત્મગની વાત જણાવેલ જે ઉપરથી શાસનને અદ્વિતીય પ્રભાવ વધારનાર કોક પુણ્યાત્માના જન્મની સંભાવના જણવેલ.
વધુમાં જણાવેલ કે પૂ. આ. શ્રી. અભયદેવસૂરીશ્વર પ્રણીત શ્રી આગમ-અષ્ટોત્તરી ગ્રંથ મળે તે મેળવીને સામાયિકમાં વાંચશે.”
પૂ. રસાગરજી મ.ના પરિચયથી દઢ શાસનાનુરાગી બનેલ મગનભાઈએ પૂ. ગુરૂદેવના વચનોને શકુનની ગ્રંથિ તરીકે હત્યામાં અંકિત કરી શ્રી આગમ અષ્ટોનરી ગ્રંથ ભંડારમાંથી શોધી કાઢો, પ્રાચીન હસ્તલિખિત તેની પ્રત વિ. સં. ૧૬૫૫ ની ટૂંકા-ટબાવાળી મેળવી ખૂબ રાજી થયા.
એ ગાળામાં વિહારકમે પધારેલા અને શ્રી સંઘના આગ્રહથી માસું બિરાજમાન થયેલા પૂ. ઉદ્યોતવિજયજી મ. (આદિ ઠા. ત્રણ)નો સંપર્ક સાધી પૂ. ગુરૂદેવની આજ્ઞા પ્રમાણે સામાયિક લઈ જ્ઞાની–ગુરૂના મુખથી પાઠ લેવારૂપે અર્થની ધારણા કરી.
જમનાબહેનને પણ ઘરે સામાયિક લેવડાવી જે. સુ. ૧૩ થી જેઠ વદ ૫ના ગાળામાં શ્રી આગમઅષ્ટોત્તરી ગ્રંથ આખે ટબા–અર્થની સમજુતી સાથે સંભળાવ્યું.
જમનાબહેન તો આ સાંભળી ખૂબ જ પ્રમુદિત બન્યા.
આ ગભIS 1 ) રઈ