________________
KATIBUPRTEMURE
અને તેરસ વગર જોયું મુહૂર્ત” કહેતી પ્રમાણે શુભ તેરસ તિથિ છે, સાથે શુકવાર છે. સંસારીઓ માટે કુલપરંપરા, સંતાન–પ્રાપ્તિ, વંશ—વિસ્તાર આદિ માટે શુકવાર ઉત્તમ ગણાય, તેમાં વળી આજે સવારના ત્રણે ચોઘડીયા ચલ, લાભ, અમૃત, સારા અને યત્તર ચઢતા છે, અત્યારે નવ વાગ્યાને સમય છે, ચઢતે પહેરે છે અમૃત ચોઘડીયું શરૂ થયું છે, માટે હવે બાળકનું નામ પાડવાનું ઝટ કરે!!!”
જ્ઞાતિવૃદ્ધો અને કુળના વડીલેએ પણ આ વાતને સમર્થન આપ્યું,
ફઈબાએ પુછયું કે “કાં ભગત ! બાળકના ગર્ભમાં આવ્યા પછી કંઈ વિશિષ્ટ ફેરફાર તમે અનુભવે છે? તે સબંધી કંઈક કહે તે બાળકની વિશિષ્ટતાને સમજાવનાર સારૂં નામ શોધી શકાય, જે તેના જન્મના ચંદ્ર સાથે રાશિ મેળવાળું પણ હોય !” | મગનભાઈએ ટૂંકમાં બાળકના ગર્ભમાં આવ્યા પછી માતાની મનેભાવનામાં કલ્પનાતીત અણધાર્યો માનસિક ફેરફાર અને ધાર્મિક-ક્રિયાઓમાં કષ્ટ–મુશ્કેલીના પ્રસંગે પણ દઢતા પૂર્વક પ્રવૃત્તિ આદિના વિગતવાર વર્ણન સાથે બાળકની જન્મકુંડળીમાં ચંદ્ર કર્ક રાશિને હેઈ હ અને ડ ઉપર નામ શોધી કાઢવા જણાવ્યું.
ફઈબા પણ અર્ધાથી પિણા કલાક થવા છતાં બાળક હજી ખિન્ન થયું નથી ! મોટું મરક મરક થયા કરે છે, અજાણી વ્યક્તિઓ સામે પણ નિભીકતાથી જોઈ રહે છે, જેનારાને બાળકનું મુખ જોઈ ખૂબ આલ્હાદ ઉપજે છે, તેથી ચંદ્ર યાદ આવ્યું, અને સેનાની જેમ માતાની ભાવનાઓને રાગ-દ્વેષની મલિનતા ઘટાડનાર ધર્મની ક્રિયાઓમાં પરોવીને વધુ શુદ્ધ કરી, સુવાવડના આપત્તિકાળ અને દુઃખ વેદનાના સમયે પણ અગ્નિમાં શુદ્ધ થતા સોનાની જેમ આકરી કસોટીએ પણ ધર્મ અને શ્રી નવકારનું શરણ જમનાબહેન ટકાવી શક્યા.
આ વાતને નજર સામે રાખી કર્ક રાશિ પ્રમાણે સ્વર્ણ ધાતુના પરિચાયક હેમની સાથે ચંદ જેડી હેમચંદ નામ ફઈબાએ જાહેર કર્યું, સહુ જ્ઞાતિજને અને સગાવહાલાઓએ તે નામ વધાવી લીધું અને બાળકના મોંમાં ગોળની નાની કાંકરી મુકી સઘળા જ્ઞાતિજને સગા-વહાલા સહુને ગેળ-ધાણું વહેચવા ઉપરાંત મગનભાઈએ સહુ સ્વજનવર્ગને યથોચિત પહેરામણી આપ્યાની લેવડ-દેવડની વિધિ પતાવી.
આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રીના નામકરણ અને વ્યાવહારિક સંસ્કારની વિધિ ઉમંગભેર પતાવ્યા પછી પૂર્વના વિશિષ્ટ પુષ્પગે દેવદુર્લભ માનવજીવનને સફળતાની ઉચ્ચકક્ષાએ પહોંચાડનાર શ્રાવકકુળમાં થયેલ જન્મની વિશેષતા રૂપે મગનભાઈએ જમનાબહેનના સહકારથી બાલકમાં વિશિષ્ટ શુભ-સંસ્કારોની વૃદ્ધિ થાય તેવી ધાર્મિક મંગલ-ક્રિયાઓની શરૂઆત કરી.
સર્વપ્રથમ પૈતૃક દેરાસરે લઈ જઈ વાસુપૂજ્ય પ્રભુ આગળ ગહેલી કરી પ્રભુના ચરણે