________________
સિટિ છે. 20 શ્રીજી
કરે પડ્યો, તે તે મંજુર રાખીને પણ શાસનની મૂળભિત્તિ સ્વરૂપ આચાર માગ કે જે ખૂબ જ પ્રયત્ન અને જ્ઞાનીઓની નિશ્રા આદિની અપેક્ષાવાળો છે, તે ટકાવી રાખે.
આગમિક-જ્ઞાનની પરંપરા તે મોહના ક્ષપશમવાળા વિશિષ્ટ–ચારિત્રસંપન્ન કેક મહાત્મા પૂર્વજન્મની આરાધનાના બળે ફરીથી મેળવી શકે, પણ ચારિત્રશુદ્ધિને રાજમાર્ગ જોખમાઈ જાય તે શાસન-વિચ્છેદની અનિષ્ટ તક આવી પડે.
તેથી દીર્ઘદશ–સંવેગી મહાપુરૂષોએ કચવાતા મને પણ આગમિક-જ્ઞાનના વારસાને જાતે કરી આચારમાર્ગ ટકાવવા કુનેહભરી દીર્ધદષ્ટિ વાપરી તે ઓગણીસમી સદીના પ્રારંભે ૩૦ થી ૩૫ સાધુઓની જૂજ સંખ્યા પણ આજે વડવૃક્ષની જેમ હજારોની સંખ્યામાં પુનઃ આગમિક જ્ઞાનની સમૃદ્ધિ સાથે જયંવત બની છે.
આ બાજુ આગમિક-જ્ઞાનના વારસાવાળે વર્ગ પણ પિતાના શિથિલાચારથી સ્વતઃ કાળના ગર્ભમાં લુપ્ત થઈ ગયે.
કેટલાક મળી આવતા ઉલ્લેખ પ્રમાણે અઢારમી સદીના પૂર્વાર્ધના ઉત્તર ભાગમાં ૩૫૦૦ જેવી વિશાળ સંખ્યામાં તે વર્ગ હોવા છતાં કાળબળે શાસનની આચાર-પરંપરાને બિન વફાદાર થવાથી ઉધઈ લાગેલા લાકડાની જેમ ઝડપભરી કાળગતિને આધીન બની પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ સમયના કાળે લગભગ નિઃશેષ-ક્ષણપ્રાય-નિસ્તેજ થઈ જવા પામેલ.
પણ એકંદર આગમિકજ્ઞાનની પરંપરા લગભગ વેરવિખેર થવા પામી હતી.
આ રીતે સંયમ અને આચાર-નિષ્ઠાનું રક્ષણ કરવા જતાં આગમિક-જ્ઞાનની પરંપરાના વારસદાર વર્ગ સાથે વધુ પડતા શિથિલાચારના કારણે સાવ સંબંધ-વિચ્છેદ કમને પણ કરે પડેલ, પરિણામે આગમિકજ્ઞાન અને તે માટે જરૂરી ભાષાકીય ઉચ્ચસ્તરનું જ્ઞાન દુરૂહ થવા પામેલ.
પરિણામે આગમ પેટી પટારા, કબાટ-ડાબડામાં અ–પ્રતિલેખિત અવસ્થામાં એમને એમ ધૂળ, જીવાત, આદિ દુર્દશાના ભંગ બની રહેલ, એથી કોક પૂર્વજન્મની વિશિષ્ટ શ્રુતજ્ઞાનની આરાધનાબળે વિશિષ્ટ ક્ષયપશમથી એકલા હાથે ભગીરથ પુરૂષાર્થ કરનાર મહાપુરૂષની ખોટ સમજી વિચારક પુણ્યવાન અભાઓને લાગતી.
ભાવીને ભારતના નંદનવનસમા ગરવી ગુજરાતના ભત્ર લલાટ પ્રદેશની જેમ શેભતા ચરોતર જિલ્લાના તિલકસમાં કપડવંજ નગરના હૈયાસમાં દલાલવાડામાં પૂર્વમાં અષ્ટાપદજીનું દહેરાસર, પશ્ચિમમાં આદીશ્વર પ્રભુનું દહેરાસર, ઉત્તરમાં ચિંતામણિદાદાનું અને દક્ષિણમાં શ્રી અજિતનાથ પ્રભુ (ચૌમુખજી) નું જિનાલય, તથા પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજોએ બંધાવી પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ અગાઉ માત્ર ૬૯ દિવસ પૂર્વે જેની પ્રતિષ્ઠા મહત્સવ પૂર્વક થયેલ તે જિનાલયની સામેના જ ઘરમાં આખા શ્રી સંઘમાં ભગત તરીકે
૧૫૫