________________
KETUVOJEMAS
તુર્તજ પરિચારિકાઓ જમનાબહેનને એગ્ય ઉપચારોથી સ્વસ્થ કરવા માંડી અને શ્રાવિકા બહેનોએ મંગળ-થાળી ધણધણાટ વગાડી આખા મહોલ્લામાં મહાપુરૂષના જન્મના અવ્યક્ત હર્ષના સમાચાર ફેલાવ્યા.
| મગનભાઈ સામાયિકની ઓરડીમાં પ્રસવકાલીન–વેદનાઓમાંથી શ્રાવિકા હેમખેમ પસાર થાય અને મહાપુરૂષને જન્મ સવેળા થાય તે માટે શ્રી નવકાર મહામંત્ર અને વિનહર ઉવસગ્ગહરને જાપ કરતા હતા.
તેઓ થાળી સાંભળી જાપ પૂરે કરી સ્વસ્થ ચિત્તે શ્રાવિકાના એરડાની બહાર આવ્યા.
પરિચર્યા કરનારી અને શ્રાવિકાબહેનેએ મગનભાઈને વધામણી આપી કે કુલદીપકને જન્મ થયે છે. શું તેનું લલાટ છે! મુખ પર તેજ અદ્દભુત છે! શું હસમુખો ચહેરો છે ! ખરેખર તમે ખૂબજ ભાગ્યશાળી છો !
મગનભાઈ કહે કે એ બધી વાત સાચી! પણ તેના કાનમાં શ્રી નવકાર-મહામંત્ર સંભળાવ્યો કે નહીં ?
શ્રાવિકાઓ કહે કે અશુચિ દૂર કરી તેના કાન-નાક વગેરે દ્વારેની શુદ્ધિ થઈ રહી છે. તે પુરી થયે તુર્તા સંભળાવીશું !
મગનભાઈએ વધામણી આપનાર પરિચર્યા કરનારી બાઈઓને સેનામહોર સાથે સુંદર પાંચ જાતના પકવાન્નનું એકેક બેખું બક્ષીસ તરીકે આપ્યું.
શ્રાવિકાબહેનેને સુંદર કિમતી સાડી પહેરામણી રૂપે તાત્કાલિક વધામણીના બહુમાન રૂપે એનાયત કરી.
જમનાબહેન દેઢેક કલાક પછી સ્વસ્થતા મેળવી કપડાં વગેરે બદલી બાળકને પોતાની પાસે સુવાડી માતૃત્વની સફળતારૂપ વાત્સલ્યભરી પંપાળવાની ક્રિયા સાથે બાળકના મસ્તક ઉપર હાથ ફેરવી માનસિક રીતે શ્રી નવકાર મહામંત્રના સ્મરણ સાથે શુભસ્વપ્ન સૂચિત હોઈ મહાપુરુષ તરીકે થવાની શુભ આશંસા કરી.
જ્યારે રાઈ-પ્રતિક્રમણને સમય થયે, ત્યારે મગનભાઈ સહેજે જમનાબહેનના ઓરડા પાસે આવ્યા, એરડાની બહાર ઉભા રહી દૂરથી તબિયતના ખબર પૂછ્યા અને શ્રાવિકા તરીકે બાળકનું જતન કરવા ઈશારે કર્યો.
શ્રાવિકાએ પણ મગનભાઈની વાતને હાર્દિક રીતે આવકારી “ચિંતા ન કરશે ! મારી કુખે કેક મહાપુરૂષ અવતર્યા લાગે છે, એ વાત હવે મારા ધ્યાન પર છે.” આદિ ટૂંકા શબ્દોથી મગનભાઈને હૈયા–ધારણ કરાવી. | મગનભાઈ આ સાંભળી ખૂબ સ્વસ્થતાથી રાઈપ્રતિક્રમણ કરવા બેઠા, પછી સામાયિકમાં પ્રભુ મહાવીર ભગવંતના ફેટા સમક્ષ આજીજી-કાકલુદી સાથે ભાવના ભાવી કે