________________
Belum
જિનાગમોની સુરક્ષા માટે કેવા ભગીરથ પ્રયત્નો કર્યા !” આદિ હાર્દિકે ઉલ્લાસથી અનુમોદના કરી અને સંતોષ અનુભવતાં.
એમ કરતાં વૈશાખ મહિને શરૂ થયે, અખાત્રીજના મંગળદિને પરમાત્મા યુગાદિપ્રભુએ શ્રેયાંસકુમાર દ્વારા આ ભરતક્ષેત્રમાં પ્રારંભ કરાવેલ દાન ધર્મની વાતના આધારે, એવી વિચાર સરણિ પર ચઢતા કે
સુપાત્ર દાનની જેમ જ્ઞાનદાન પણ અપૂર્વકેટિનું ભવ્ય માટે તરવાનું સાધન છે, એટલું જ નહીં પણ અપેક્ષાએ વિચારીએ તે જ્ઞાનદાન સિવાય બાકીના દાન આત્મકલ્યાણ સાથે સીધો સંબંધવાળા નથી, તેથી એવા કેઈ મહાનુભાવ જલ્દી પ્રકટે કે જે કાળબળે ઝાંખી પડેલ શ્રુતજ્ઞાનની પરંપરામાં વિશિષ્ટ રીતે પ્રાણ પૂરી અનાદિકાલીન ભવ-વાસનાના મૂળ ઉખેડવાની શક્તિ આગમિક-જ્ઞાનના અપૂર્વ તેજથી ભવ્ય-જીને સમર્પે. . આવી આવી ઉદાત્ત ભાવનાઓથી અક્ષયતૃતીયાના પનોતા–પર્વની ઉલ્લાસભેર આરાધના કરી.
- આ દરમ્યાન પૂ. ચરિત્રનાયકશ્રીની કચેથી પેઢીએ થયેલા ધર્મપુરૂષ શેઠશ્રી ભવાનીદાસ જીવણભાઈ ગાંધીની મંગલ સ્મૃતિ-અર્થે પૂ ચરિત્રનાયકશ્રીના કુટુંબીજને તરફથી પૂ. ચરિત્ર નાયકશ્રીનું જન્મસ્થળની પડખે જ શ્રી. મી. ગુ. ઉપાશ્રયને અડીને શ્રી વાસુપૂજ્ય પ્રભુનું નાનું પણ દેવવિમાન જેવું સુંદર, શિલ્પકલા–સમૃદ્ધ જિનાલય બંધાવેલ, તેની પ્રતિષ્ઠા તથા ૫. ચરિત્રનાયકશ્રીના ઘરની સામે જ વિશાપોરવાડેએ બંધાવેલ શ્રી અજિતનાથ પ્રભુના ચૌમુખ જિનાલયની પ્રતિષ્ઠા અંગે ચૈત્ર વદ ૧૩ થી અષ્ટાહિકા મહોત્સવ શરૂ થયેલ, જેમાં મંગલકુંભ-સ્થાપના, જવારાપણુ, નવગ્રહપૂજનાદિ, શાંતિસ્નાત્ર આદિ માંગલિક પ્રસંગે જમનાબહેને ઉમંગભેર લહાવો લીધેલ, વિવિધ મંગળગીત ગાઈ વીતરાગ–પ્રભુના શાસનની પ્રભાવના થાય તેવી અંતરંગ ભાવનાઓની સુષમામાં ઉમંગભેર મહોત્સવના વિવિધ કાર્યક્રમમાં થતા શારીરિક-શ્રમની પણ પરવા કરી ન હતી.
પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મથી બરાબર ૮૪ દિવસ અગાઉ વિ. સં. ૧૯૩૧ વૈ. સુ. ૬ના મંગળ દિવસે પૂજ્ય ચરિત્રનાયકશ્રીના કુટુંબીજનોએ ખૂબ જ ઉમંગભેર શ્રી વાસુપૂજ્ય પ્રભુનું બિંબ પિતૃક જિનાલયમાં પધરાવ્યું, તેમાં જમનાબહેને આનંદપૂર્વક ભાગ લીધેલ અને શ્રી અજિતનાથ પ્રભુના દહેરાસરે પણ તે જ દિવસે મંગળ પ્રતિષ્ઠા-પ્રસંગમાં ચઢતે પરિણામે ભાગ લઈ જમનાબહેને ગર્ભસ્થ બાળકની મંગળ-ભાવનાના પરચાને સક્રિય સ્વરૂપ આપ્યું.
* લેકોક્તિ પ્રમાણે વિશાપરવાનું બંધાવેલ આ દહેરાસર છે, જો કે આજે કપડવંજમાં વિશાપોરવાડ જ્ઞાતિને કોઈ જૈનધર્મ પાળતો નથી–એ કાળની બલિહારી છે.