________________
HD Benard
ચાંપાનેર બે પસંદ કર્યા હોય તેમ લાગે છે, એટલે બારમા સૈકાની આસપાસ કપડવંજમાં નીમા-જ્ઞાતિને વસવાટ થયે હોય, તે સંભવિત છે.
આ પ્રમાણે કપડવંજમાં નીમા જ્ઞાતિના આવી વસવા દરમ્યાન તે વખતના ધોળકાના મહારાજા વિરધવલના મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે આબુ પર્વત ઉપર બંધાવેલ સુંદર ભવ્ય કલાત્મક જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે જનશ્રુતિ પ્રમાણે તે વખતે વાણીયાની ઉપસ્થિત સર્વ નાતમાં વીશા-દશાના ભેદ પડ્યા, તે પ્રમાણે નીમા જ્ઞાતિમાં પણ વીશા-દશાના ભેદ પડયા.
કપડવંજ અને તેની આસપાસના ગામોમાં મોટા ભાગે વિશા નીમાની જ વસ્તી વધુ પ્રમાણમાં છે. | દશા નીમાની વસ્તી માળવા, નિમાડ, આદિ પ્રદેશમાં છે, તેમાં પણ સેંધવા પાત્ર એ હકીકત છે કે “દશા નીમામાં કોઈપણ જનધર્મ પાળતા નથી”.
કપડવંજમાં વસવાટ કરનારા વીશા નીમા વણિક જ્ઞાતિના જથ્થામાં સર્વ પ્રથમ રહી આ ગાંધીના વડવાઓ અને દેવચંદ માધવજીના વડવાઓ આવ્યાના ચોક્કસ પુરાવાઓ ઇતિહાસમાં મળી આવે છે.
દેવચંદ માધવજીના વડવાઓ કપડવંજમાં ઢાંકવાડીમાં આવીને વસેલા, તેમના વંશના હાલમાં જે મકાને છે, તેની પાસે તે વખતના દીર્ઘદશી વિશાનીમા વણિકોએ ધર્મક્રિયા કરવા માટે પંચના ઉપાશ્રયના નામે સુંદર ધર્મસ્થાન બનાવી પિતાની ધર્મપ્રિયતાને સચોટ પુરા દર્શાવ્યો છે.
કપડવંજમાં સ્થિર થયેલ વીશાનીમા વાણીયાઓએ તે વખતે રાજકીય ઉથલપાથલ દરમ્યાન થઈ ગયેલ અરાજકતા વધુ આગળ ન વધે તે કુનેહથી રાધનપુરની લાડણબીબીને ગમે તે કારણે રાધનપુરથી હીજરત કરી દેશાવર જતી વખતે કપડવંજમાં આશ્વાસન અને
ગ્ર આર્થિક સહકારથી સ્થિર કરી રાજકીય અસ્થિરતાને કારણે કપડવંજની સંભવિત પડતીને અટકાવી દીધી.
આવી માનવંતી ધર્મનિષ્ઠ વીશાનીમા જ્ઞાતિના બત્રીસ ગો પૈકીના “કચ્છીયાણું” ગેત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રીને સંસારપક્ષે જન્મ થયેલ.
* પૃ. ચરિત્રનાયક શ્રી જે ગાંધી કલમાં દીપક તુલ્ય નિવડયા તે કુળના આદ્ય પુરુષ તરીકે આ મહાનુભાવ છે.
જેમના નામની ખડકી આજે પણ વિશાલ સમૃદ્ધ કુટુંબોથી ભરપૂર મોટા મહોલ્લા જેવી (ઢાંકવાડી સામે હયાત છે.