________________
SU VEENDE
ક
પ્રકરણ ૩
*
*
*
૧ (૧) પૃ. ચરિત્રનાયકશ્રીના
મોટાભાઈને જન્મ (૨) પૂ. ચરિત્રનાયકશ્રીની
ગર્ભાવસ્થાની પુનિત અસર શ્રાવક-કુળના આદર્શ-સંસ્કાર-સંપન્ન માતા-પિતા સાહજિક રીતે એવા વાતાવરણને સઈ શકે છે કે અજ્ઞાનમૂઢ અનેક પામર-આત્માઓનું કલ્યાણ કરી શકે તેવા મહાપુરૂષને સાનુકૂળ પૂર્વ-ભૂમિકા મળી આવે.
આવી મંગલકારી–પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ મગનભાઈના ઘરે સૂર્યોદય પહેલાના અરૂણોદયની જેમ અખંડ–સૌભાગ્યવંતી શ્રી જમનાબાઈની પુણ્યકક્ષિથી વિ. સં. ૧૯રત્ના પોષ વદ પાંચમના દિવસે સંસારી-દષ્ટિથી ગૃહસ્થાશ્રમના પતા-ફળરૂપે પુણ્યવાન–સંતાનની પ્રાપ્તિ થઈ.
આદર્શ—જીવન જીવી સહુના મનમાં અનેરી છાપ પાડનાર મગનભાઈને ત્યાં પનેતા પુત્ર રત્નનાં વધામણું સમરત–કુટુંબને આનંદના હિલેરા ઉપજાવનાર નિવડ્યાં, સહુના દિલમાં અનેરી પ્રસન્નતાની છોળો ઉછળી રહી.
ધાર્મિક-સંસ્કારસંપન્ન મગનભાઈએ અંતરથી વૈરાગી છતાં નાટકીયાના વેષ ભજવવાની જેમ ફરજ તરીકે પણ પ્રથમ પુત્રરત્નના જન્મોત્સવને આનંદોત્સવ અનેરી રીતે ઉજ, પિતાના પાડોશીઓ, જ્ઞાતિબંધુઓ અને ઓળખીતા–ઈષ્ટ મિત્રો ઉપરાંત વ્યાપારી-સંબંધવાળા સઘળા (જૈન-જૈનેતર) ને આમંત્ર્યા, છૂટે-હાથે ધન-વ્યય કરી પુત્રરત્નના જન્મની ખુશાલીને પ્રસંગ દીપાવ્યા,
જિનમંદિરમાં ઠાઠથી પૂજા, સ્નાત્ર મહોત્સવ-અંગરચના આદિ કરાવી દીન-દુઃખી ગરીબને પણ સંતુષ્ટ કર્યા.
આ રીતે જોત્સવ પછી બારમે દિવસે જ્ઞાતિજનેને આમંત્રી બાળકના નામ પાડવાની વિધિ પ્રસંગે આખી જ્ઞાતિમાં સાકરના પડા વહેંચી, બાળકનું મુખ મણિ જેવું તેજસ્વી હોવાથી
.