________________
FIA.123HOVUN
આવા ઉચ્ચકોટિના આદર્શ–ત્યાગના પંથે વૃત્તિઓને વાળવાનું ઉદાત્ત કાર્ય કરનાર મગનભાઈ અને જમનાબહેનનું ધાર્મિક-જીવન અનેક ગુણગ્રાહી-પુણ્યાત્માઓને સંયમના પથે ન જઈ શકવાની સ્થિતિમાં આદર્શ રૂપ બની ગયું હતું.
આ મુજબ મગનભાઈ ધાર્મિક-ક્ષેત્રમાં સફળતા મેળવવા સાથે વ્યાવહારિક રીતે પણ ન્યાય-નીતિ અને પ્રામાણિક શુદ્ધ- વ્યવહારનું ધોરણ જાળવી રાખવામાં પણ અચૂક સફળ નિવડયા હતા.
શરૂમાં તેઓએ પાઘડીઓ વણાવી તૈયાર કરી ગ્ય-નફાના ધરણે દેશવિદેશમાં બંધ મોકલી પૂ. ચરિત્રનાયકના ભાવી પિતૃપદની સફળતા રૂપે લોકોના મસ્તકે પાઘડી પહેરાવી તેઓની શોભા વધારવા સાથે સંસારમાં પા ઘડીનો પણ વિશ્વાસ કરવા જેવો નથી, ધર્મકાર્યમાં જ અપ્રમત્તપણે ખૂબ જ સાવચેતીથી ઝડપથી પ્રવર્તાવાની મૂક હિતશિક્ષા આપી રહ્યા.
પુણ્યની પ્રબળતાએ પાઘડીના વ્યવસાયમાં સફળતા મળતાં શરાફી કામ પણ હૈયામાં દુઃખીઓના દુઃખને ધ્યાનમાં લઈ શરૂ કરેલ.
જેમાં પ્રામાણિક રીતે જરાપણ વ્યાજને લેભ કર્યા વિના જરૂરીયાતવાળાને સમયસર સહાયક થવાની આદર્શ નીતિ અપનાવી હતી.
પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ અગાઉ સૂર્યોદય પૂર્વે અરૂણોદય થવાની જેમ પુણ્યને ઉદય વ્યવસ્થિત રીતે મગનભાઈના વ્યાવહારિક જીવનમાં ખીલવા માંડે હતે.
કપડવંજથી પાંચ ગાઉ દૂર દહી અ૫ ગામ સાથે લેણદેણને સંબંધ ત્યાંના ખેડૂતે સાથે થયેલ હોઈ તે આખા ગામના લેકના માનીતા શેઠ તરીકે મગનભાઈ સહુના દિલમાં વસી ગયા હતા,
તેઓની વ્યવહારદક્ષતા નીતિમત્તા, બુદ્ધિમત્તા, દયાળુવૃત્તિ, અનુકંપાવૃત્તિ આદિ ગુણેથી દહીઅપ ગામના તેઓ બે–તાજ ઠાકોર હતા,
તે ગામના સહુ જ્ઞાતિના હૈયાના સિંહાસને તેઓની દયાળુ શેઠ, પ્રામાણિક શાહુકાર તરીકેની પ્રતિષ્ઠા હતી.
આની સુવાસ દહઅપ ગામની આસપાસના ગામડાઓમાં ફેલાયેલ, જેથી બીજા ગામના ખેડૂત વગેરે સામે પગલે મગનભાઈને ત્યાં નાણુકીય લેવડ-દેવડનું કામ કરવા આવતા અને વગર ઉઘરાણીએ સમયસર સહુ મગનભાઈને ઘરબેઠે નાણાં પહોંચાડતા,
આમ મગનભાઈની અનોખી-ભાત પાડતી દયાભરી વ્યવહાર-દક્ષતાથી વ્યાવહારિક રીતે સારી કમાણુ ઘરબેઠે થવા લાગી,
I
-
-