________________
આવા પુણ્યવાન દંપતિને બે પુત્ર રત્ન હતા તારાચંદ અને મગનલાલે,
ધર્મનિષ્ઠ શ્રી ભાઈચંદભાઈએ બંને પુત્રીના લાલનપાલનમાં ધાર્મિક મર્યાદાએ ગળથુથીથીજ જાળવવા પ્રયત્ન કરેલ.
દહેરાસર લઈ જવા, પ્રભુજીના ચરણે ટીક કરાવવી, પૂ. ગુરૂદેવશ્રી પાસે લઈ જઈ વંદન કરાવી વાસક્ષેપ નંખાવે, પરબડીમાં ચણ નંખાવવી, રાત્રે પાણી પણ ન આપવું તેમજ જીવદયા–જયણુના સંસ્કારોનું સિંચન વગેરે બાબતોથી બંને પુત્રોનું ધાર્મિક ઘડતર સારા પ્રમાણમાં કરવા ભાઈચંદ શેઠે શ્રાવક તરીકે પૂરતું ધ્યાન આપ્યું હતું.
આજ રીતે શ્રાવિકા તરીકે આદર્શ વ્યવહારવાળી માતાએ પણ બાળકોમાં નાનપણથી જ પાપને ડર, ખરાબ સોબતથી દૂર રહેવાપણું, ધાર્મિકજ્ઞાન, સામાયિક, નવકારવાળી, આદિ ક્રિયાઓની ટેવ વગેરેથી બંને જણાનું જીવન સંસ્કારમય બનાવવા પ્રયત્ન કરેલ.
યોગ્ય ઉંમર થતાં બંને જણાને વ્યાવહારિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક જ્ઞાન પણ માતા-પિતાએ જ્ઞાની-ગુરૂ ભગવંતની દોરવણી મુજબ સારી રીતે આપ્યું.
પરિણામે બંને ભાઈઓ જુવાનીના ઉંબરે પગ મુકતાની સાથે બાલ્યવયથી મેળવેલ ધાર્મિક સંસ્કારની ઝળહળતી છાયા જીવનમાં પ્રસરાવી શક્યા હતા. - તેમાં પણ વરસાદના પાણીનું પાત્ર-ભૂમિ આધારે પરિણમન થવાની જેમ પૂર્વ જન્મની આરાધનાના સંસ્કારોની વધુ સંપત્તિ હેવાના કારણે મગનભાઈમાં માતા-પિતાના ધાર્મિક-સંસ્કારોનું સિંચન વધુ ફળદ્રુપ થયું.
પંચ પ્રતિક્રમણ સૂત્રોના સાથે અધ્યયન ઉપરાંત જીવવિચારાદિ પ્રકરણો અને કર્મગ્રંથ આદિના તાત્ત્વિક અધ્યયનમાં મગનભાઈ વધુ ઉંડા ઉતરી વિવેક-પૂર્વક સંસ્કારમય જીવન જીવવાની દષ્ટિ મેળવી શક્યા,
હકીકતમાં છેલ્લી અઢી સદીમાં મહાપુરુષ તરીકે પ્રખ્યાત થનારા પુણ્યનામધેય પૂ. ચરિત્રનાયકશ્રી જેવા નાના ભાવિ જનક (પિતા) તરીકેનું સૌભાગ્ય મેળવવાનું હોઈ કુદરતી રીતે મગનભાઈને પુણ્યસંગે ધાર્મિક ઉદાત્તવૃત્તિના માતા-પિતા તરફથી અપૂર્વ ધર્મ–વાત્સલ્ય સાથે શુભ સંસ્કારોનું સિંચન સારું પરિણમ્યું.
* મળેલી નોંધ પ્રમાણે શ્રી તારાચંદભાઇને જન્મ વિ.સં. ૧૮૯૬ પહેલાં થયાનું જાણવા મળે છે. પણ ચેકકસ સાલ મળી નથી.
જ્યારે પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી મગનભાઈને જન્મ વિ.સં. ૧૮૯૯માં થયાનું ઈશ્વસ્ત રીતે જાણવા મળ્યું છે.
- - ૧૨ પ ચ.