________________
KESEHÖVDELAS
--
કપડવંજના નામને પિતાના જન્મ અને અજોડ શ્રુતજ્ઞાનની ઉપાસના તેમજ શાસન-રક્ષા માટેના ભગીરથ પ્રયત્નોથી જનમાનસમાં સ્વતઃ અંકિત થઈ જનાર આપણું ચરિત્રનાયક પરમ પૂજ્ય આગમોદ્ધારક-મહાપુરુષની ભવ્ય કાયપ્રમાણ-મૂર્તિથી શોભી રહ્યું છે.
એકંદરે કપડવંજની ભવ્ય ધાર્મિક રોનક અહીંના ભવ્ય જિનાલયમાં છલકી રહી છે, તે વાત આ જિનમંદિરોની યાત્રા કરનારને અનુભવ-સત્ય લાગે છે.
તેમાં પણ શ્રી ચિંતામણિ દાદાની પ્રશમરસ-ઝરતી અત્યંત ભાવવાહી પ્રતિમાજી અને આધ્યાત્મિક-શકિતઓના વિકાસ માટે સુસંવાદી શાન્ત વાતાવરણમાં આધ્યાત્મિક્તાને ભવ્ય આપ આપનાર અનેક ધાર્મિક સામગ્રીથી સુસજજ દેવવિમાન જેવું શ્રી ચિંતામણિ દાદાનું ભવ્ય જિનાલય ધાર્મિક હૈયાંને કપડવંજ ફરી આવવા માટે ચુમ્બકીય રીતે ખેંચાણ ઉપજાવે છે એ વાત નિઃશંક છે.
વળી આ દહેરાસરની અદ્દભુત વિશિષ્ટતા એ છે કે કપડવંજના આઠ જિનાલયમાં વિરાજમાન પ્રતિમાજીએના ઉપલબ્ધ શિલાલેખોમાં સૌથી વધુ પ્રાચીન શિલાલેખવાળું પંચધાતુનું સમવસરણ શ્રી ચિંતામણિદાદાના જિનાલયમાં સુરક્ષિત છે. જેના પર નીચે મુજબ શિલાલેખ વંચાય છે.
"संवत १४८८ वर्षे जेठ वदी २ नेमा-ज्ञातीय सं. सुदा (ता) भार्या माणेकदेवी पुत्र सं. गंगाकेन भार्या सुमति प्रमुख कुटुंब युतेन स्वश्रेयसे श्रीमद् वीर-समोसरणं कारापितं ૬. તા. શ્રી સોમયુરક્રિમઃ”
- શિલાલેખમાં પ્રભુ મહાવીર પરમાત્માનું સમવસરણ બનાવ્યાનો ઉલ્લેખ અને તે પણ નીમા જ્ઞાતીય સંઘવી ગંગારામ શેઠનો અત્યંત મહત્ત્વને છે. (૨) શ્રી અષ્ટાપદજીનું દહેરાસર
આ દહેરાસર વીશા નીમા જ્ઞાતિના અગ્રગણ્ય, સ્વનામધન્ય શ્રેષ્ઠી શ્રી લાલચંદ ગુલાલચંદના સુપુત્ર શેઠ શ્રી નથુભાઈનાં સુપત્ની અને કપડવંજની ધાર્મિકતાને અને ઓપ આપનાર અગ્રગણ્ય શેઠ શ્રી ન્યાલચંદ નથુચંદનાં માતુશ્રી અમૃત શેઠાણીએ આત્મશ્રેયાર્થે વીતરાગ-પ્રભુની ભક્તિ દ્વારા સંસારને ટૂંકે કરી નાખવા ઉદાત્ત-બુદ્ધિથી બંધાવ્યું હોવાનો ઉલ્લેખ તે વખતના એતિહાસિક પુસ્તકમાં મળે છે.
આ અંગે મહત્વપૂર્ણ ઉલ્લેખ શ્રી અષ્ટાપદ-બિમ્બ જિન પ્રતિષ્ઠા મહોત્સવ નામે આ દહેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે રચાયેલ લઘુરાસમાં નીચે મુજબ મળે છે.