________________
મિ કે નદી છે. 2012
1
-
તે ઉપરાંત શ્રી પ્રતિષ્ઠા--મહોત્સવ અંગે મુહૂર્ત જોવડાવવાથી માંડી શુભ લગ્નમાં તથા ઉત્તમ નવમાંશમાં પ્રભુજીની પ્રતિષ્ઠા સુધીની સઘળી બાબતે કાળજીપૂર્વક ોંધી છે.
રાસકાર શ્રી જોશીએ પિતાના રાસ (ઢાલ. ૬ ગાથા ૧ થી ૨૪) માં પોતાની નજરનજર જેએલ શી અષ્ટાપદ દહેરાસરમાં એક એક કલાત્મક ગવા, તોરણ, મુખમંડપ, રંગમંડપ ગર્ભગૃહ, કારીગરીવાળા થાંભલાઓ અને ઘુમટમાં રહેલી ભવ્ય કલાત્મક પુતલીઓ આદિનું રોમાંચક અદ્દભુત વર્ણન કરેલ છે.
હકીકતમાં કલાકારીગરી અને શિલ્પની દષ્ટિએ કપડવંજના સઘળા જૈન મંદિરે કરતાં , શ્રી અષ્ટાપદજીનું દહેરાસર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આજે પણ આ દહેરાસર બંધાવનાર શ્રી અમૃત શેઠાણીના વારસદાર શેઠશ્રી બાબુ ભાઈ મણીભાઈ આદિ વહીવટદારેએ દહેરાસરની શેભામાં કાળના ઘસારાથી આવેલ ઓટને રોગ્ય કલાત્મકરીતે સમારકામ અને પાકા રંગના વિશિષ્ટ ઉપયોગથી ખૂબ કાળજીપૂર્વક દૂર કરી દેવવિમાન જેવા પ્રાચીન સુંદર દશ્યને ફરી તાજું કર્યું છે.
એકંદર કપડવંજની ધાર્મિક સમૃદ્ધિની અદ્ભુત સામગ્રી રૂપ શ્રી અષ્ટાપદજીનું દહે રિસર ધર્મપ્રેમી ભાવિકોના હૈયામાં અંકિત થઈ જાય તેવું છે.
આ દહેરાસરના નિર્માણ મા અમૃત શેઠાણીએ જિનપ્રતિમાની જેમ જિનવાણીનું પણ અનેરું મહત્વ વિષમ કલિકાલમાં સમજી નાના રૂપમાં પણ આગની હરતલિખિત પ્રતિ વગેરેમાં વધારો કરી મહત્વની અનેક હસ્તલિખિત સામગ્રીથી ભરપૂર પોતાના પૂર્વજોને સંશને નવપલ્લવિત બનાવી જ્ઞાનભંડારની પણ સ્થાપના કરેલ
હાલમાં શ્રી સંઘના સહકારથી શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ, એટલે આ દહેરાસરના વર્તમાન કાર્યવાહકોએ ચતુર્વિધ શ્રી સંઘ જ્ઞાનભંડારને વધુ લાભ લે, અને જ્ઞાનભંડાર સુરક્ષા, સુવ્યવરથા વધુ સારી થાય, એ શુભ આશયથી આ જ્ઞાન ભંડાર શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલ છે.
૩ શ્રી શાંતિનાથ પ્રભુનું દહેરાસર
આ દહેરાસર હેળીચકલામાં લાંબી શેરીના નાકે રૈયાગાંધીની ખડકી સામે ઢાંકવાડીમાં કપડવંજમાં સર્વ પ્રાચીન સ્થળ તરીકે પ્રખ્યાત પંચના જૈન ઉપાશ્રયની સામે છે.
આ દહેરાસરના મૂલનાયક પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાન અત્યન્ત સુંદર ભાવવાહી મુદ્રાવાળા છે.
T.
T