________________
AVCOVUM
ભૂતકાળમાં આ બન્ને મંદિરે સ્વતંત્ર હતાં, પણ મુખ્ય પ્રવેશદ્વાર બન્નેનું એક હોઈ કાલક્રમે દહેરાસરની શોભા અને દેખાવમાં થતા સુધારાઓના પરિણામે આજે બંને દહેરાસર એક થઈ ગયાં છે.
ધર્મપ્રેમી વ્યવસ્થાપકોની વિશિષ્ટ સંજના અને પ્રેરક સાધુ-પુરૂષની ઉચિત દોરવણીના બળે બને દહેરાસરનું એકીકરણ વર્તમાનકાળે ખૂબજ ઉચિત અને ભાવવાહી લાગે છે, કેમકે દહેરાસરના મુખ્ય દ્વારથી પેસતાંજ ઉત્તર-દક્ષિણ લાંબી દીવાલે અને નાના-મોટા ગોખલાઓમાં સુંદર રંગકામ અને વિવિધરંગી કાચલા તેમજ મીનાકારીથી બનેલા નયન–રમ્ય ચિત્રોની આર્ટ ગેલેરી જેવું દશ્ય બાળ–અને મુગ્ધ કરે છે.
ચિત્રોની શોભાથી સુસજજ દીવાલે, ઝરૂખાઓ, ગેખલાઓ આદિ સાથે શ્રી આદીશ્વર પ્રભુના ગભારાની બારસાખ અને દરવાજા, આરસની ઝીણી કોતરણીથી ભરપૂર હોઈ દહેરાસરની શોભામાં ખૂબજ વધારો કરે છે.
ગભારામાં શ્રી આદીશ્વર પ્રભુનું સુંદર ૩૭ ઈંચનું બિમ્બ શાન્તરસ ઝરતી મુદ્રાવાળું અત્યંત સુંદર છે, આજુબાજુ પ્રમાણયુક્ત વિવિધ જિનબિંબોની સ્થાપના શેભામાં અને વધારે કરે છે.
મૂલનાયક પ્રભુની ગાદીમાં નીચે મુજબ શિલાલેખ છે.
संवत् १६६६ वर्षे फागण सुद ३ शुक्रे कर्पटवाणिज्यवास्तव्य....श्रीमालीज्ञातीय शा. Tોદીયા.... મા પાવન શ. તારા ... ગત્ત મા. મોન... પુત્ર નીવરીંગ સેવન वणराज....जीवराजपुत्र शा. रतन स्वकुटुम्बयुतेन स्वश्रेयसे श्री आदिनाथविम्ब कारापित प्रतिष्ठितं श्री तपागच्छे भट्टारक कोटिकोटि सर्वश्री हीरविजयसूरी पट्टालंकार मुगटमणि.... सकल मंडलशाही श्री अकबरपूज्यशासन श्रीविजयसेनसूरीश्वर निर्देशकर श्री विजयदेवसूरिभिः ....कर्पटवाणिज्य सकलसंघस्य श्री
ઉપરના શિલાલેખમાં કપડવંજનું નામ તથા શ્રીમાળી જ્ઞાતિને ઉલ્લેખ મહત્વને છે.
આજે કપડવંજમાં શ્રીમાળી જ્ઞાતિના કુટુંબ બહારથી આવીને વસેલા છે, પણ કઈ સ્થાનિક એટલેકે પ્રાચીન રહેઠાણુવાળા નથી, તેમ છતાં તે વખતના શ્રી સંઘમાં શ્રીમાળી જ્ઞાતિના ધર્મપ્રેમીને મોટો ફાળે આ શિલાલેખથી જણાય છે.
આજે તે વિસા નીમા જ્ઞાતિનું વર્ચસ્વ સંખ્યાના બળે જણાય છે. આ દહેરાસર કપડવંજની ગરિમાને વધુ ઓજસ્વી બનાવનાર તેમજ ધનને છૂટે હાથે