________________
N
ÁVŠINZESECRE)
જનકૃતિ અને ઇતિહાસના મળતા ઉલ્લેખેના આધારે શાહના આરેથી સ્થાન પલટો થઈ કપડવંજની નવી વસાહત થઈ, તે વખતે સૌ પ્રથમ આ દહેરાસરનું નિર્માણ થયું છે.
એટલે કપડવંજના વર્તમાન સઘળા જિનાલયે કરતાં આ જિનાલય વધુ પ્રાચીન છે.
મળતા ઉલ્લેખો પ્રમાણે આ દહેરાસરને છેલ્લે જીર્ણોદ્ધાર શેઠ શ્રી મીઠાભાઈ ગુલાલચંદના મોટાભાઈ શેઠ શ્રી હીરજી કરશનદાસના સુપુત્ર શેઠ શ્રી વૃજરાજ મોતીચંદે કરાવી વિ. સં. ૧૯૦૪ના વૈશાખ વદ ૬ના પ્રતિષ્ઠા કરાવેલ.
આ દહેરાસરમાં કાચનુ તથા સોનેરી કામ થાંભલાઓ ઉપર અને રંગમંડપની છતમાં અદ્દભુત છે, તેમાં પણ ખાસ કરીને રંગમંડપના મધ્યભાગે ઉપરની છતમાં સુંદર ૨૪ તીર્થકરોના સેનેરી ચિત્રો, વિવિધ કલામૂર્તિઓ તેમજ રંગમંડપમાં ડાબી ભીંત ઉપર કાચમાં ૧૪ રાજલકનું મનમોહક સુંદર દશ્ય અનેક વિગતોથી ભરપૂર તેમજ કલાકારીગરીના વિશિષ્ટ સજનના નમૂના રૂપ છે.
આ દહેરાસરમાં સ્ફટિક તથા પન્ના (નીલમ)ની સુંદર કલાત્મક પ્રતિમાઓ છે.
આ દહેરાસરમાં પ્રાચીન ભૂમિગૃહ છે, જેમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુજી વગેરેની પ્રાચીન પ્રભાવશાળી પ્રતિમાજીએ છે.
તથા ભોંયરામાં જમણે શ્રી સિદ્ધચક્રજીનું સુંદર આરસપાષાણનું મોટું યંત્ર છે.
જેમાં વચ્ચેના નવપદજીના પ્રથમ વલયમાં ઉપસેલું અષ્ટદલ કમલનું ભવ્ય દશ્ય અને તેની પાંખડીઓમાં પરમેષ્ઠીઓની અદ્ભુત વર્ણમુદ્રા પ્રમાણેની નાની મૂતિઓ અને બાકીનું, યંત્ર ઢળતા ક્રમે કમળની પાંખડીઓના વિશિષ્ટ દેખાવ સાથે સુંદર કતરેલા મંત્રાક્ષ અને ઉપર-નીચે કળશની આકૃતિ અને બેસણીના ભવ્ય દેખાવ વગેરેથી આરાધક આત્માઓને ખૂબજ આહૂલાદ ઉત્પન્ન કરાવે તેમ છે.
આ સિવાય ભોંયરામાં દીવાલ ઉપર સુંદર ચિત્રકામ તેમજ કાચના કલાત્મક કામરૂપે તીર્થોનાં તથા અનેક ધાર્મિક દશ્યનાં ચિત્રો ઘણું સુંદર છે.
શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયમાં જમણી દીવાલ ઉપર તથા ગોખલાઓમાં કાચનું અને રંગનું સુંદર સરોજિત કાર્ય દર્શનાથીઓના મનને આકર્ષે છે. ૪ આદધર પ્રભુનું માણેક શેઠાણીનું દહેરાસર
આ દહેરાસર ઢાંકવાડીમાં પંચના ઉપાશ્રયની સામે સાધ્વીજીના ઉપાશ્રયની પાસે છે.
શ્રી શાંતિનાથ પ્રભુના દેહરાસર અને આ દહેરાસર વચ્ચે માત્ર ૧૫ x ૧૫ ફૂટના ચેકનું જ અંતર છે.