________________
-
-
-
NESRÄUNTEURS
નજીક એક સંન્યાસાશ્રમ-સાધુસંતોનું વિરામસ્થાન, શહેર તરફ જવાના રસ્તાની સામે રસ્ત ખડાયતા છાત્રાલય શહેરની હોટેલને હટાવે-ભૂલાવે તેવું શ્રી ધીરૂભાઈ કાંટાવાળા અને શ્રી કાંતિલાલ તલાટીની સુંદર વ્યવસ્થાથી શોભતું, પછી ગાંધી ઉદ્યાન સુંદર પ્રવેશવાળું, શહેરની રોનકમાં અને મોજમજામાં ઓર વૃદ્ધિ કરે એવું રેડિયો, ફુવારો અને લીલા ઘાસની ચાદર તથા ફુલછોડ, ઝાડ અને લીલેવરીથી ઓપતું ઠંડક ભર્યું વિશ્રાંતિ સ્થાન.
દશ-બાર લકડપીઠાં, ચાર-પાંચ રૂનાં જ, બોક્સાઈટને સાઈડીંગ, મગફળીના તેલની મિલે, ગ્લાસ ફેકટરી, આઈસ ફેકટરીઓ. સેગ, (લાકડું વહેરવાની) મલે, જાતજાતની ઘટીઓ, ભઠ્ઠીઓ, વખાર આદિ વેપાર-ધંધાથી ધમધમતું શહેર ગોધરાથી પણ ગરવું લાગે છે.
વળી કપડવંજની વિવિધ મુખી મહત્તાને દર્શાવનારી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ જે પ્રખ્યાત નહિં, પણ કપડવંજની જનતાને પાવનકારી મહેર અને વાંચી નદીને પવિત્ર સંગમ, શહેરને ફરતો એતિહાસિક કિલ્લે, સિદ્ધરાજ જયસિંહ અને પેશ્વાઈ ઈતિહાસની યાદી આપનારા અંતિસરી અને નદી દરવાજા, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ હિંદની યુવતિઓના શંગાર વગેરેની સજાવટ કરનાર કાચ અને આભલાના કારખાના, ફેકટરીઓ, આલીશાન મકાનેવાળી વહેરાવાડ, આગવી ઉંચાઈથી ઓપતો ચંચલબાઇ ટાવર, પુરાણું ઈતિહાસના કીર્તિકળશ રૂપ ભવ્ય કલાસમૃદ્ધ કુંડવાવ, વિવિધ પ્રકારનાં કાપડ, કરીયાણાં, લોખંડ, અદ્યતન યંત્રસામગ્રી આદિના લેવડદેવડના વેપાર-રોજગારથી ધમધમતા બજારોથી ઓપતે ભવ્ય રાજમાર્ગ, કપડવંજની મુખ્ય બજારના નાક સમાન જીવદયાની લાગણીને પોષનાર મૂંગા પંખીઓના વિશ્રામરૂપ ભવ્ય પરબડી, તથા જે પુણ્ય-પુરૂષના સ્વર્ગવાસથી કપડવંજ ઇતિહાસ પ્રસિદ્ધ બન્યું, તે નવાંગી વૃત્તિકાર પૂ. આ શ્રી અભયદેવસૂરિના નામ સાથે સંકળાયેલ ભવ્ય જ્ઞાન મંદિર, પ્રાચીન નયનરમ્ય-કલાકારીગરીની મનહર સમૃદ્ધિથી ઓપતા અનેક ભવ્ય વિશાલ જૈનમંદિર નીલકંઠ, મહાદેવ આદિ પ્રાચીન અનેક દેવાલયે, બજાર વચ્ચે ભવ્ય શિલ્પકલાથી શેભતી કડીયા મજીદ, અનેક શ્રીમંત શેઠીઆઓના ભવ્ય મહાલયે, મુંગા, અસહાય પશુઓની જ નહીં પણ જીવ માત્રની દુઃખી હાલતમાં કર્તવ્ય તરીકે નિષ્ઠાપૂર્વક દુઃખ દૂર કરવાની પ્રેરણા આપનાર પાંજરાપોળની વિશાળ માતબર સંસ્થા, અનેક ધાર્મિક કાર્યોમાં વપરાતી શ્રી નેમિનાથ પ્રભુની વાડી અને ભવ્ય પ્રાચીન નેમિનાથ પ્રભુનું સુંદર મંદિર, માણેક શેઠાણીની વિશાળ ધર્મશાળા આદિ અનેક મહત્ત્વનાં સ્થાને કપડવંજની રેનકને વધારી રહ્યાં છે.
હવે કપડવંજના પ્રખ્યાત સાબુના ગેળા જેવા નથી મળતા ! પણ દેશ-પરદેશમાં કપડવંજની જનતાના કેટલાક ચકેર ડેળા તે જરૂર જોવા મળે છે, જેવા કે