________________
M. MOHON
પાદ આચાર્ય દેવશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજના વરદ્દ હસ્તે થયાની શિષ્ટ . પુરૂષેની શ્રદ્ધાપૂર્વક માન્યતા છે.
વિશિષ્ટ શુભમુહૂર્તમાં થયેલી આ પ્રતિષ્ઠાથી કપડવંજના જૈન શ્રીસંઘમાં ધાર્મિક, વ્યાવહારિક તેમજ સામાજિક ચઢતી કલા બીજના ચન્દ્રની પેઠે દિવસે દિવસ વધી હોવાની વાતે વૃદ્ધ-પુરૂષના મુખપમુખથી ચાલી આવતી આજે પણ માણસો દ્વારા સાંભળવા મળે છે.
સમયના વહેણ સાથે કેટલાક કાળ પછી સુજ્ઞ પુરુષને એમ લાગ્યું કે- તપગચ્છના પ્રભાવક પૂ. આ.શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મના હાથે મંગળ મુહૂર્ત પ્રતિષ્ઠિત થયેલું આ દહેરાસર તે વખતની વિષમ સ્થિતિ હોવાના કારણે માપસરનું છતાં નાનું હોવાથી પર્વના દિવસમાં ખૂબજ સાંકડું પડતું, પણ તે વખતે બીજું કંઈ શક્ય ન હતું, કેમકે પ્રતિમાજી પ્રગટ થયાં, ત્યારે મુસલમાનોની ભરચક વસ્તીવાળા પડોશમાંથી જે મકાને તાત્કાલિક મળી શક્યાં તે ખરીદી લઈ દહેરાસરના રૂપમાં તે મકાને ફેરવી આ દહેરાસર કાયમ કરેલ, છતાં શ્રીસંઘને આ વાત ખૂંચતી તો હતી જ.
કાળક્રમે શ્રી સંઘના પુણે કપડવંજના સ્વનામધન્ય શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદે પૈસા સામું ન જોઈ આગલી ખાલી પડતર જમીને તથા ઘરે મેં–માંગી કિંમતે વેચાતાં લઈ શ્રી સંઘની ધાર્મિક આરાધનાની ભેટી અગવડ દૂર કરવા પ્રયત્ન કર્યો.
દહેરાસરજીને જુનો જે ચકને ભાગ હતા ત્યાંથી તે ઠેઠ શ્રી શંકરલાલ ભૂરાભાઈના ઘર તરફના કરા સુધીને ભાગ ન બંધાવી દહેરાસરની વિશાળતા અને રોનકમાં વધારો કર્યો.
તેમજ વધુ લાભ લેવાની દષ્ટિએ જુના દહેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી લગભગ વિ. સં.
૧ અહીં એક ઉપશ્રુતિ ખાસ નેધવા જેવી છે કે,
પૂ. આ. શ્રી વિજય લક્ષ્મીસુરીશ્વરજી મહારાજાએ એવી આર્ષવાણી ઉચ્ચારી હતી કે-આ પ્રતિષ્ઠા જે મુહૂ થઈ છે તે લગ્ન ઘડી એવી છે કે શ્રી જૈનસંઘની સ્ત્રીઓ સેનાના બડે પાણી ભરશે-એટલે કે શ્રી જૈન સંઘની સુખ-સમૃદ્ધિ ચઢતી-કળાએ રહેશે.
પરંતુ વિ. સં. ૧૯૮૦ લગભગ દહેરાસરના બારણાના ટેડલા ટૂંકી-બુદ્ધિવાળા કેટલાક તુમતિવાળાઓએ શેભાના નામે કપાવરાવ્યા, જેના પરિણામે સંધમાં એક વર્ષમાં ૭૦ પુરૂષ અને સંખ્યાબંધ બાલકનાં મરણ થયાં.
સુજ્ઞ વ્યક્તિઓની સલાહથી આ આશાતનાના નિવારણ માટે શાંતિસ્નાત્ર આદિની માંગલિક વિધિ થઈ અને તેજ કાપેલા ટોડલા ફરીથી ચાંદીથી મઢીને સ્વ. શેઠશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખે વિધિપૂર્વક ચઢાવ્યા પરિણામે તેઓ ધન-સમૃદ્ધ થયા, અને સંઘમાં રાબેતા મુજબ શાંતિ થઈ.”