________________
HEDVEN
આત્મ-કલ્યાણ સાધવાની દષ્ટિએ બેજ દિવસ પછી એટલે કે વિ. સં. ૧૯૬૫ મહા વદ-સાતમને દિવસે પાલીતાણામાં પૂ.શ્રી. મેહનલાલજી મહારાજના સમુદાયમાં દીક્ષા લીધી ને તેમનું નામ સાધ્વી રત્નશ્રીજી રાખ્યું.
મુનિશ્રી પુણ્યવિજયજી પોતાના દાદા ગુરૂ પ્રવર્તક શ્રીકાન્તિવિજય મહારાજજી જેવા જ્ઞાનવૃદ્ધ-સંયમી–મડાપુરૂષની નિશ્રામાં વધુ કાળ રહ્યા, પરિણામે સાધુજીવનના વિશિષ્ટ ઘડતર ઉપરાંત સરળતા, નિખાલસતા, ગુણગ્રાહીતા, સ્વાધ્યાય-પરાયણતા કર્તવ્યનિષ્ઠા આદિ જીવનશુદ્ધિના મૌલિક ગુણની કેળવણી સાથે પ્રાચીન હસ્તલિખિત પ્રતિ વાંચવાનો ખંતભર્યો અભ્યાસ-વિવિધ લિપિઓનો ઉકેલ તથા જ્ઞાનભંડારમાં અસ્તવ્યસ્ત રૂપે પડેલ હસ્તલિખિત પ્રતોના સંગ્રહને સુવ્યવસ્થિત રીતે-સુરક્ષિત રીતે જાળવવાની હથોટી મેળવી અને દાદાગુરૂ અને ગુરૂદેવની દેખરેખતળે અનેક જ્ઞાન ભંડારોનું પડિલેહણ કર્યું, કેટલાય અપ્રકાશિત મહત્વપૂર્ણ ગ્રંથને વ્યવસ્થિત રીતે સંપાદિત કરી છપાવવાની પ્રવૃત્તિમાં નિપુણતા મેળવી.
જેના પરિણામે પૂ. મહારાજશ્રીએ પાટણ, ખંભાત, લીંબડી, અમદાવાદના સેંકડો જ્ઞાનભંડારોમાંથી હજારો હસ્તલિખિત પ્રતિઓને અસ્ત-વ્યસ્ત દશામાંથી સરખી રીતે ગોઠવી પુનર્જીવન આપ્યું.
વળી કુમારપાળ મહારાજાના સ્વર્ગવાસ પછી ગુજરાતમાં ફેલાએલ રાજકીય અંધાધુંધીના કારણે તે વખતના દીર્વાદશ શ્રમણસંઘે અગમચેતી વાપરી જેસલમેર જેવા દૂરના પ્રદેશમાં ઉંટો ઉપર પાટણના મહત્વભર્યા વિશાળ જ્ઞાનભંડારોને સ્થળાંતરિત કરેલા, અને જેસલમેર શ્રીસંઘે ઉધઈ, પાણી, શરદી જીવાત આદિથી નુકસાન ન થાય તેવી રીતે સુરક્ષિતપણે રાખેલા, તે ભંડારને છેલ્લે છેલ્લે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે વૃદ્ધાવસ્થામાં પણ લાંબે વિહાર ખેડી જેસલમેર જઈ બે વર્ષના લાંબા ગાળે પણ સમસ્ત જ્ઞાનભંડારને વ્યવસ્થિત જીર્ણોદ્ધાર કર્યો.
આવાં બીજા અનેક મહત્વભર્યા કાર્યોથી પૂ. મહારાજશ્રીનું નામ ઇતિહાસમાં અમર બની ગયું છે
પૂ. મહારાજશ્રીનો સ્વર્ગવાસ વિ. સં. ૨૦૨૭ના જેઠ વદ. ૬ તારીખ ૧૪-૬-૭૧ના સમવારના રોજ મુંબઈ (વાલકેશ્વર)માં થયો.
વર્તમાનકાળમાં પણ કપડવંજના ભાઈ વાડીલાલ મનસુખરામ, શેઠ બાબુભાઈ મણભાઈ શેઠ મૂળજીભાઈ ભેગીલાલ વગેરે બહેશ નામાંકિત દેશવિદેશના વહેપારીઓ હવા સાથે દાનધર્મપ્રવીણ અને ઉદાર-ચરિત મહાનુભા થયા છે.