Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પહેલું ]
સ્થાનાંગસૂત્ર ' સુખની પ્રાપ્તિ કે દુઃખનું ખસવું એવી ગણતરી નથી. નિશાન તાકવા ઉપર જ ગણતરી. નિશાન તાકવા ઉપર ગણતરી રાખનારે કુટુંબકબીલાની દરકાર ન કરે. શૂરા સરદારને મરી જઈશ એ ચિંતા એને ન હેય. સમરાંગણમાં સજજ થતી વખતે મરવાની કલ્પના ન હોય, તે પછી માતા કે પત્નીનું શું થશે તેની કલ્પના એને આવે જ કયાંથી? શત્રુને મહાત કરીને જયપતાકા મેળવવી એ જ એની કલ્પના. એવી રીતે તે, નિયમે, પ્રતિજ્ઞાના નિર્વાહ સિવાયની કલ્પના સાધુને ન હોય. વચનરૂપ ભાલા–બાણુ
એક વાત ખ્યાલમાં રાખવી. ચક્ષુ, ઘાણે, રસના, સ્પર્શન જીતવી સહેલી છે, પણ “શ્રોત્ર ઈદ્રિય જીતવી સહેલી નથી. લેક શું કહેશે એને શું અર્થ થ? તારૂં કરાતું શુભ હોય તે લેકે ચાહે તે કહે. પહેલવહેલાં તીર્થકર થયા. જગતમાં ત્યાગીપણું ઉત્તમ તે હતું જ. ચાહે આચરાતું હતું કે ચાહે ન આચરાતું છે. પહેલા તીર્થકરના વખતમાં આખી દુનિયા આરંભ–પરિગ્રહમાં મસ્ત બનેલી હતી. એ વખતે ફકડ થઈને નીકળી પડવું. દુનિયા શું કરે છે તે જોવાની દરકાર ન કરતાં શું કરે છે તે વિચારે. કાનમાં શબ્દરૂપી ભાલે આવે તે સહન થે મુકેલ પડે છે તેથી બાહ્ય દુનિયાદારીના ભાલા કાનમાં આવે તે સહન થતા નથી, તે પછી મિથ્યાત્વી તરફથી આત્મામાં ભાલા આવે તે કેમ સહન થાય?
- : ' . સૂયગડાંગ એટલે ? સૂયગડાંગ એટલે? . -
- - - મિથ્યાત્વી તરફથી આવતાં વચનરૂપી બાણામાંથી બચવાના રસ્તાઓ, તે સૂગડાંગ. . . . . . . . . '
*