Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૭૦ સ્થાનાંગસૂત્ર
! વ્યાખ્યાન તે સ્થિતિ કયારે આવે? કરનારને કરવાની મહેનત હોય
તૈયાર થયેલા ફેનેગ્રાફનો ઉપગ ઘેરે ઘેર થાય, પણ એ ફેનોગ્રાફના ભૂંગળાને તૈયાર કરનારને કેટલી મુશ્કેલી પડી હશે તે તે તે કરનાર જાણે. રેડિયો (Radio)ની ઉત્પત્તિ કરનારને મગજને કે કેમ કરવું પડ હશે એ એની સ્થિતિ તપાસે ત્યારે જ માલમ પડે. પણ ઉપગ કરે તેને તે માલમ પડતું નથી. પંચિંદિયાદિમાં આચાર અંગે, અહીં ઉત્પત્તિ અંગે
પચિંદિયસત્ર, પખસત્ર, આચારાંગ અને દશવૈકાલિક્વાળા આચારનો ઉપયોગ કરવાવાળા છે. ઉત્પત્તિને અંગે કહેવું પડ્યું કે–પંચ મહાવ્રતની કંપનીનો માલિક કેણ? તીર્થકર ભગવાન. એના સિવાય બીજો જી મહાવ્રતોનું ઉત્થાન કરી શકે નહિ. પહેલાં તે જીવને જાણી શકે. નહિ, જુએ નહિ. ત્રસ જીવને ન જુએ તે સ્થાવરને કયાંથી જુએ ?. સ્થાવરને ન જુએ તે સૂક્ષ્મ-બાદરને કયાંથી જુએ? જ્યારે જુએ નહિ, જાણે નહિ, તે તેને અંગે વાલીપણાની સ્થિતિ ધરાવી શકે નહિ. જેને જે વરતુના વાલી થવું હોય તેણે તે વસ્તુની, સ્થિતિથી વાકેફગાર થવું જોઈએ. છંજીવનિકાયના માલિક બનવું તે કેણ બને? જાણે તે બને. તીર્થકર ભગવાન સિવાય , કઈ પણ જીવનિકાયના સમુદાયનો માલિક બની શકતું નથી. શોધ કરનાર તરીકે રજિસ્ટર “તીર્થકર
. કેવળીના કેવળજ્ઞાનમાં અને તીર્થકરના કેવળજ્ઞાનમાં ફરક નથી. તે બે માલિક કેમ ન બને ?, નહિ. એકે જંગલમાં શોધ કરી, એકે રાજધાનીમાં શોધ કરી. જંગલમાં કરેલી શોધ સડી