Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
એકવીસમું) સ્થાનાંગસૂત્ર
૨૮૫ મહારાજ, તમારામાં ખાવાપીવાનું ઠેકાણું લાગતું નથી; હાડકાં નીકળી ગયાં. આર્ય રક્ષિત કહેઃ જતી વખત જમનાં દ્વાર દેખવાં પડે તેની ખબર જનનીને ન હોય. રેજનું દશ શેર ઘી ખાય છે પણ દુર્બલ.
મહારાજ, તમને એક જણ માટે દશ શેર ઘી રોજ આપનાર કેશુ? એની લબ્ધિ એવી વિચિત્ર છે કે રૂ કાંતિને ભેગું કરનારી બ્રાહ્મણી પણ આપે છે. સુવાવડમાં કામ લાગે તે માટે એણે સંઘરીને ભરેલું. આમાંથી એ કઈ દહાડે છોકરાને આપે ખરી? પણ આવી સ્થિતિવાળા લબ્ધિશાળીને અંગે દેવા તૈયાર થઈ જાય તે દ્ધિવાળાનું તો પૂછવું શું? આવાને દશ શેર ભેગું કરવું તેમાં વિશાત શી? તાલે મેળવીએ. તમારા ઘરની પાસે. ઉપાશ્રય છે ત્યાં રાખો, દુબ લિકાપુષ્પમિત્રને ત્યાં મેકલ્યપિલાઓએ દશ શેર ઘી દેવા માંડ્યું. ઊલટા દુબળા, “અહીં તે પૂછીને ચલાવતા, અહીં ભૂ તે પ ખાશે નહિ એ ચિંતાને લીધે ઊલટે દુબળે થતો જાય. સગાંઓ કહેઃ એનું શરીર જ એવું છે. પેલાને ગુરુએ કહ્યું : ચિતવન બંધ કર પંદર વીસ દિવસ ગયા ત્યાં તે એ અલમસ્ત. પેલાઓને કબૂલ કરવું પડયું કે ચિંતવન જબરજસ્ત છે. પૂર્વનાં ચિંતવને આટલાં બધાં જબરજસ્ત હોય છે. તેને લીધે દશ શેર ઘી પચી જાય. શ્રુતકેવલીને લાયકનું પૂર્વગત થન તેમાં પહેલવહેલે દીક્ષિત પ્રવેશ કરી શકે નહિ. જે દષ્ટિવાદને લાયક નહિ તેવાને માટે અગિયાર અંગની રચના કરવી પડી. . જ્ઞાન સાથે આચારની પણું આવશ્યકતા
સ્થાપન કરવામાં આવ્યું આચારાંગ પહેલું, તેથી પ્રથમ