Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ધ્યાન
૨૮૮ સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન પ્રરૂપણાને અંગે. વસ કાય માનવામાં બુદ્ધિ
. પણ સ્થાવરને અંગે કેવળ ભરે સિદ્ધસેન દિવાકરે જણાવ્યું જેનત્ય-શ્રદ્ધા સમ્યકૃત્વ શું? છએ જવનિકાયને માનવા તે. બીજાને જીવ માનવામાં તે આપણી બુદ્ધિ કામ કરે. ભગવાને કહેલું તે ખરૂં. ત્રસ જીવનું જીવપણું માનવું એ કેવળ સંર્વશની બુદ્ધિને અગે નથી, ભેળી આપણી બુદ્ધિ પણ કામ કરે છે. એ સર્વરે કહ્યું, મને પણ જગ્યું તેથી ત્રસ કાયની દયા પાળું છું. બુદ્ધિ પણ ચાલે ખરી. મિત્રની સલાહ મનમાં લાગે તે મનાય; ન લાગે તે ન મનાય. ત્રસ કાયને અંગે જિનેશ્વરનાં વચન મિત્રના જેવાં કહેવાય. જાનવર ને મનુષ્યને અંગે જીવપણું માનીએ છીએ તેમાં આપણી બુદ્ધિ ચાલે છે. કેવળ સર્વજ્ઞ ભગવાનના ભરોસે મનાતું હેય તે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિના જી. એને માનીએ, કર્મબંધનવાળા માનીએ, રખડતા માનીએ તેમાં આપણી ચાંચ કયી જગે પર ખેંચી છે? એ કેમ નહિ. સ્થાવર કાયને અંગે વિચારીએ તે એકમાં ચાંચ ખેંચેલી નથી. . મુખ્ય રક્ષણચ ચીજ દયા
તાત્તિ શાને લીધે કર્યું? સાત લાખ પૃથ્વીકાય શાને અંગે? સાત લાખ ઉત્પત્તિનાં જુદાં જુદાં રથાને. સર્વજ્ઞ ભગવાન ઉપર ભરોસે. સર્વાના વચનના ભરોસાને લીધે માનીએ છીએ. બુદ્ધિને પ્રચાર એમાં નહિ. ત્રસને માટે નિરૂપણ થાય તેમાં તે કાંઈક
१ निअमेण सद्दहंतो छक्काए निअमओ न सहहह । हंदीअ. ઘરેલુ વિ સફળો વિમg || (નતિ. To ૨૮).