Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૧૬ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પાંચ તે કબૂલ. તેનું કારણ? પહેલા મહાવ્રત સિવાય બીજાને અંગીકાર નહિ. બીજાના અંગીકાર વિના ત્રીજાનો અંગીકાર નહિ.
‘તથા શા માટે?
ટપટપથી કામ કે રોટલાથી? પાપથી વિરમવાથી કામ છે ને? ભલે બેલી દે સંડ્યા મેદૃાો રમળે, પણ તેમાં ગયું શું? જે આ અનુકમ કહું છું તેમ. હિંસાની સર્વથા વિરતિ તે પહેલા જ મહાવ્રતે; એમાં આગળ પાછળ નહિ. બ્રાહ્મણને લેટ આપે, ડાબે હાથે આપ તે લેટામાં પડશે, ઢળાઈ જાય નહિ. ચાહે તેમ આપો ને? બ્રાહ્મણને લેટથી મતલબ. બીજી ગરબડ શી ? તમારે પાંચ મહાવ્રત બંધ કરવાં તેટલી મતલબ. ચાહે તેમ કરે, તે તયથાનું કામ નથી. આ જ કેમ પહેલાં પ્રાણાતિપાત વિરમણ વગેરે. એનું કારણ? સર્વસનું શાસન એટલે પહેલું મહાવ્રત
“તથા” એમ જણાવે છે કે પહેલાં દુનિયામાં ધનમાલ ચેરવાની ચેરી બંધ કરવી પડે, બેરાં ચરવાની ચોરી નહિ. રસ્તામાં પડેલું ન લઉં. તાળું તેડવાની છૂટી રાખે તે?
સૂક્ષ્મનિગેદિયા-પૃથ્વીકાય ઈત્યાદિને મારવા નહિ. વિવિધ ત્રિવિધ પચ્ચફ બાણ આપે. કાગડાં, બિલાડાંને મારવાની છૂટ એમને ? સૂક્ષ્મનાં પચ્ચખાણ આપવાં કે બાદરની સમજણ આપવી? સર્વથા દયા થશે ત્યારે પરિણતિ આવશે. લેહી ચૂસે છે એવાની ઉપર દયા ન થાય કહે અને તેને મૂર્શિત દેખીને દયા આવે તે ઢગ છે. બાદરની દયા ન થાય તેને સૂક્ષ્મની વાતો કરવી તે ઢગ. પરસ્ત્રી બંધ કર્યા વિના સ્વસ્ત્રીની બંધી તે ઢગ. માટે મોટાં પાપનાં કારણે એ પહેલાં બંધ કરવા જોઈએ. પહેલે નંબરે પ્રાણાતિપાતવિરમણ કરવું જોઈએ.