Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૩૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તે ધર્મ વ્યવહારે ધમ ભલે હોય, ઉપાદેય ધર્મ એને ન કહીએ. શાથી? મોક્ષની સાથે બંધાયેલા નથી માટે. ધર્મ કેવળ મેક્ષને અંગે આદરવા લાયક છે. જૈન શાસનમાં ખૂણેખાંચરે જ્યાં ત્યાં તપાસ તે એક જ સ્વર નીકળે અને તે એ કે મેક્ષ, જૈન શાસનમાં કઈ પણ નાનામાં નાની ક્રિયા મેક્ષની સાથે બંધાયા વગરની હોય નહિ. જૈન શાસનમાં બધે દયેય મેક્ષનું છે, તેથી અભવ્યથી એ સિવાય બીજું બોલાય નહિ.
બીજા દેશમાં ગયા હોઈએ. ત્યાં આપણે વ્યવહારમાં વાંકા રહીને ભાંગીતૂટ પણ ત્યાંની જ ભાષા જે હોય તેમાં જ બેલિવું પડે. મદ્રાસ તરફ જઈએ ત્યાં તેમની ભાષામાં જ બલવું પડે. બાળબચ્ચાં બીજી ભાષા સમજે નહિ. નવી તરકડી નવ વખત નમાજ પડે.
જૈન શાસનમાં મેક્ષ સિવાય વાત જ ન સાંભળે તે પછી અભવ્યને માન-પૂજા લેવાનો રસ્તે કે? એને વગર ઈચ્છાએ પણ મોક્ષનું નિરૂપણ કરવું પડે. સરકારી અમલદારે હુકમ કાઢનારા ગાંધીજીથી વિરુદ્ધ. તેઓને પણ ટેળું ભેગું થાય તે વખતે ગાંધીજીની જય બોલીને આગળ વધવું પડે, તે પછી જે અભવ્યને માન-પૂજા લેવી હોય તે તે એ વર્ગ કરતાં સવા કૂદે તે જ આગળ વધે. યુરોપિયન (European) ને દેશી પાસેથી માન મેળવવું હોય તે દેશી કરતાં સવા ગાંધીજીને ભક્ત થાય. મોક્ષના ધ્યેયવાળા પાસેથી માન મેળવવું હોય તે નવી તરકડી નવ વખત નમાજ પડે. જેને માન લેવા માટે ઘૂસવું હોય તેને સવાયું કૂદવું પડે. આ ઉપરથી અભવ્યને મોક્ષરૂપ તત્વ કહેવું પડે છે, એક્ષ-તત્વ સિવાય એનાથી બીજું કહેવાતું નથી. એ પ્રભાવ જેને આબાળગોપાલનું ધોરણ.