Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
વ્યાખ્યાન ૧૯ ધર્મની જડ
ગણધર મહારાજા શ્રીમાન્ સુધમોસ્વામીજીએ ભવ્ય જીના ઉપકારને માટે દ્વાદશાંગીની રચના કરતા થકા આચાર એ ધર્મની મૂળ જડ છે એમ કહ્યું. તીર્થપ્રવૃત્તિ એ પણ મહાવ્રતના ઉચ્ચારણને અંગે થયેલી હોઈને આચારની જડવાળી . ગણાય. તીર્થનું ટકવું સાધુપણું હોય ત્યાં સુધી. અવકેશી જ્ઞાન કયું? - જ્ઞાનને આદર જ્ઞાનના મુદ્દાથી કરાયેલ નથી. આદરવા લાયક વસ્તુને ખ્યાલ આવે તેથી તે આદરી શકાય, છાંડવા લાયકને છાંડી શકાય તે માટે જ્ઞાન છે. ગ્રહણ કરવા લાયકનું ગ્રહણ કરવું અને છાંડવા લાયક છાંડવું એ ફળ જ્ઞાનનું છે. જે જ્ઞાન થયા પછી આદરવા લાયકને આદરી ન શકયા, છાંડવા લાયકને છાંડી ન શક્યા, તો જેમ ઝાડને ફળ ન આવે તેને “અવકેશી કહે છે. તેમ તે જ્ઞાન પણ “અવકેશી કહેવાય. . જ્ઞાનની સાર્થકતા શાથી?
વાચકવર્ય ઉમાસ્વાતિએ પ્રશમરતિમાં જણાવ્યું કે જ્ઞાનધ્ય પૂરું વિરતિ.” જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાન એ જ્ઞાનની અપેક્ષાએ આદરવાનું હોતું નથી. વિરતિ થાય તે જ જ્ઞાન ગણવું. આદરવા લાયક આદરાય અને છાંડવા લાયક છેડાય.
१ विनय फलं शुश्रपा, गुरुशुश्रुपाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिफलं चास्र बनिरोधः ।। (प्रशमरति श्लो०.७२)