Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૫૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન થાય, પણ મૃષાવાદથી પાછળ મેલે છે તે જે મહત્ત્વ છે તે રહે નહિ. મૃષાવાદ, અદત્તાદાન બીજા ત્રીજા નંબરે ન મેલતાં બ્રહ્મચર્યને તારી દષ્ટિએ બીજે નંબરે મેલવું જોઈએ. બધા પાપસ્થાનકવાળે એ ધર્મને દરવાજામાં આવે તે સીધે સમજ, પણ જૂઠ, બેલવાવાળો તે વાંકે સમજ. સાહેબ અગિયાર વ્રત આપ પણ જૂઠની છૂટ. . મૃષાવાદનો કમ બીજે જ આવે - રકમ ઉપર કુચડા ફરેલા દસ્તાવેજની કિંમત શું? ગાંઠની ખર્ચેલી કિંમત ગઈ. મૃષાવાદને અંગે ચાહે તે કહો તે નકામું છે, જે કાંઈ પ્રાયશ્ચિત્ત કર્ય, પાપ કર્ય, એક નન્નો સે દુઃખને હણે. જૂઠથી બચે ત્યારે બ્રહ્મચર્ય ઉચ્ચરાવવું લાયક. વખાણ પૂરતું, તે દહાડા, મહિના પૂરતું ઉચ્ચર્યું હતું એમ કહે તેને શું કરવું? જૂઠું બોલવામાંથી પ્રથમ બચ. જેઓની જબાન પર કાબૂ ન હોય તેને કહેવું શું? કારણકે જે સંપૂર્ણ બ્રહ્મચર્ય—ચોથું મહાવ્રત કેને અંગે કામનું છે? જબાન ઉપર કાબૂ મેળવેલ હોય તેને જબાન ઉપર કાબૂ ન મેળવેલ હેય તે શું વ્રત પાળી શકે નહિ. બ્રહ્મચર્ય ઉચ્ચરીને કોઈને ફાંસામાં ન આવે એવી દશા કયારે આવે ? જીભ ઉપર કાબૂ મેળવે ત્યારે. જ્યાં સુધી કાબૂ ન આવ્યા હોય ત્યાં સુધી આગળ ન વધી શકે. મૃષાવાદવિરમણ વિના બીજા ઘતેનું ટકવું મુશ્કેલ. જબાન ઉપર કાબૂ ન આવે ત્યાં સુધી ટકે નહિ. ત્રીજું કારણ મૈથુન એ સંગ પ્રાસંગિક ચીજ, મૃષાવાદને પ્રસંગ વીસે કલાકને. હાલતાં ચાલતાં. મૃષાવાદ એ અંદરની જડમાંથી–આત્માની પરિણતિમાંથી નીકળનાર, તેમાં બળાત્કાર ચાલતું નથી. એથું મહાવ્રત મેટું પણ સંજોગ