Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સત્તરમું] સ્થાનાંગસૂત્ર
૨૨૭ ઓતપ્રત થયેલે છે કે મોક્ષનું સ્વરૂપ વગેરે જાણે કે નહિ પણ એને મોક્ષની ઈચ્છા છે. મોક્ષની માંડણું જોઈએ. બીજાની માંડણી કામ ન લાગે. જેન શાસનમાં સમજુ કે અણસમજુ હોય પણ મોક્ષરૂપ ધ્યેય સિવાય બીજી વાતને વળગે નહિ. અત્યારે જૈન ધર્મ દયાના સ્થાન તરીકે પ્રસિદ્ધ છે, પણ જેન શાસનમાં જૈન ધર્મ મોક્ષમાર્ગ તરીકે પ્રસિદ્ધ છે. કેટલાંક શક્ય હોય છે. તેમાં આ રાજ્યનું યેય સુલેહ છે તે આ રાજ્યનું ધ્યેય પ્રજાની આબાદી છે. તેમ જૈન શાસનનું ધ્યેય જ મોક્ષ. ગમે તે બાજી જાઓ ત્યાં જવાની છૂટ છે; પણ આવે ત્યાં આવવાનું સ્થાન એક.
ચાહે તે કઈ સમ્યકત્વ, કોઈ ચારિત્ર, કઈ વિનયની તીવ્રતાવાળો થાઓ. અસંખ્યાતા જોગમાં ધ્યેય એક જ; નવકાર ગણવે. અડધી મિનિટની ચીજ નહિ પણ છતાં એનું ધ્યેય સર્વ કર્મને સર્વ પાપનો નાશ. એક જ એય તરીકે રહે છે, રહ્યું છે, રહેશે-મોક્ષ. મેક્ષને ન માનનાર અભવ્યને પણ
દેશના મેક્ષના ધ્યેયથી જ દેવી પડે આ વાત વિચારશે ત્યારે તમને માલમ પડશે કે અભવ્ય મોક્ષને ન માને પણ તેને મેશને માટેની દેશના ફરજિયાત દેવી પડે. અભવ્ય જીવને દેશના મેક્ષના ધ્યેયથી દેવી પડે છે. મેક્ષના દયેય સિવાય બીજી કહી શકાતું નથી. કારણ? લેકેને આ રુચે છે. જેમાં શાસનમાં મેક્ષનું ધ્યેય કેટલું સજજડ પકડાયું હશે કે જેથી મોક્ષ સિવાય બીજું એકે ધ્યેય રહેવા પામ્યું નહિ હશે. માન-પૂજા મળે એ હેતુઓ લેકેને રસ પડે તેવી વસ્તુ કહે.” - - - -