Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સેલમું સ્થાનાંગસૂત્ર
૨૨૧ આવે તે વખતે ધર્મ પ્રાપ્ત થાય ને ભવાંતરે યે એ ધર્મ ન જાય. એવા કુટુંબને તૈયાર કરવા માટે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ અને તમારા આત્માને તૈયાર કરવા માટે એકવીસ ગુણે.
ખેડૂતે વરસાદ આવવા પહેલાં જમીનને ખેડીને તૈયાર રાખે છે. વરસાદ આવ્યું, બીજ નાંખ્યું કે તૈયાર. વ્યકિત તરીકે એકવીસ ગુણે, કૌટુમ્બિક તરીકે પાંત્રીસ ગુણની જરૂર તેથી શ્રાવકના અને માર્ગાનુસારીના ગુણોને ભેદ બતાવ્યું છે. વાસંવન્નવિમવા એટલે ?
શંકા–શું “ચાન્નવિમવ એટલે ન્યાય રાખવાને, પિસે ભેગો કરવાનો ઉપદેશ કર્યો? સમાધાન–જ્યાં વિશિષ્ટ વાકય હોય ત્યાં વિધિ ને નિષેધ વિશેષણને લાગુ થાય. વિધિ ન્યાયને લાગુ થયે, અન્યાયના નિષેધમાં–નહિ કે પૈસા પેદા કરવામાં– અતિચારવાળું ચારિત્ર છોડવું–ક્ષાયોપથમિક ધર્મો છોડવા એટલે ચારિત્ર છેડવાનું નથી. વિધિ અથવા નિષેધ જે કાંઈ લાગુ થાય તે વિશિષ્ટ વાકય હોય તેથી તે વિશેષણને લાગુ થાય. હિંસાની વ્યાખ્યા
પ્રમાદના વેગથી પ્રાણની વિરાધના તેનું નામ “હિંસા, હિંસાપણું કયાં જઈને રહું? પ્રમાદમાં. પ્રમાદન હેાય તે હિંસા થઈ ગણવી–પ્રમાદમાં ન હોય તે હિંસા થઈ ન ગણવી. પગ ઊંચો કર્યો છે બીજે મેલવા માટે, ત્યાં સમિતિવાળા
१ उच्चालियंमि पाए ईरियांसमियस्स संकमट्टाए । वावजेज कुलिंगी मरिज्ज तं जोगमासज्जा ।। ७४९ ।। नय तस्स तन्निमित्तो बंधा सुहमोवि देसिओ समएँ । अणवज्जो उपभोगण सव्वभावेण से। કા | ૭૫૦ | (ચોઘનિ.)