Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પદર ] સ્થાનાંગસૂત્ર
૨૦૧) એપેક્ષાએ. આજકાલ આપણે અજ્ઞાની કે દાધારંગા મનુષ્ય છીએ. હરકોઈ સાધુ એટલે “દવ્ય-સાધુ એમ નહિ ,
સાધુપણું એટલે દ્રવ્ય-સાધુ એમ કહેવાવાળાની શી દશા? તારા આત્મામાં એક ગુણ થયું છે કે આમાં ભાવ–સાધુની પરિણતિ નથી એમ કહી શકે. દ્રવ્ય-સાધુ કહેનારા, સાધુપણામાં રહેલાના-ભાવ–ચારિત્રની સ્થિતિવાળા જેઓ હેય તે બધાને ચેર. દ્રવ્ય-ચારિત્ર કહેવાને હક છે? કાં તો અભવ્ય, કાં તે મિથ્યાષ્ટિ હેય. નહિ તે જેઓ ચારિત્ર પાળી રહ્યા હોય તેને દ્રવ્ય–સાધુ” કેમ કહેવાય.
- સમ્યકત્વવાળા છે કે નહિ તેના માટે સમ્યકત્વનાં ચિહ્નો જેવાનાં છે, તે સિવાય અમુક વ્યક્તિમાં સમ્યક્ત્વ નથી એ નિર્ણય આપણાથી થઈ શકે નહિ. જેનામાં સમ્યકત્વનાં ચિહ્નો છે, તેને સમકિતી માનવામાં હરકત નથી. જે પ્રરૂપણ કરનાર છે, તેને ગુણ માનશે તો ગુણની પ્રાપ્તિ થશે. દીપક સમ્યફત્વવાળે દેશના દે છે. જિનેશ્વરની પ્રતીતિ થઈ તે વખતે અહે! કરવાનો. દીપક સમ્યકત્વવાળે મિથ્યાષ્ટિ હેય. બીજાને સમકિત થાય તે વખતે ઉપદેશક તરીકે પ્રરૂપકને માનવાને. બાહ્ય વ્યવહાર હતું તેથી માન્યા, તેથી પેલાને હરકત નથી. નિદ્ધવને દેખીને ચારિત્ર લે, બીજે શુદ્ધ ગુણવાળે ન હોય, પણ શુદ્ધ ગુણનાં ચિહ્નો હોય તે માનવામાં અડચણ નથી. વ્યક્તિને લઈને જાતિને નિંદવાનો હક નથી
* શુદ્ધ ચિહ્નોવાળે છે તેને દૂષિત' મા તે શી દશા થવાની? ધર્મના ધરીને, રક્ષકેને, મેટામાં મોટું કલંક આપનારા થઈએ-દ્રશ્ય–સાધુ કહીએ તે. .
જાતિને અંગે કલંક બેલે તે માથું ફરી જાય છે.