Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૩૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વિદેહમાં, સર્વ ક્ષેત્ર, સર્વ કાળે સરખું રહે. સમયના વાયરા લાગે નહિ. જે જમાને બે અઢી હજાર વર્ષને તેમાં સ્થિતિ પલટી જાય તે પલ્યોપમ-સાગરોપમમાં પલટતાં પલટતાં નામનિશાન ન રહે. જે શાસ્ત્ર વખતના વાયરાની પેઠે ફરતું હેત તે બેઠું થઈ જાત. જૈન શાસનને અંગે ચોવીસી, વીસી, ઉત્સર્પિણ, અવસર્પિણી, કઈ કાળ, કઈ ક્ષેત્ર હોય તે તેમાં આના સિદ્ધાંતને પલટાવાનું નથી. મહાવત એટલે શાસનને સ્તંભ - આચારાંગથી આચારની, સૂયગડાંગથી વિચારની મર્યાદા ' બાંધી, તે સર્વ કાલની કરવા માટે સ્થાનાંગની અંદર વગીકરણની જરૂર છે. વર્ગીકરણ એટલે એક વસ્તુને જુદા જુદારૂપે વહેંચવું. વહેંચવાથી રહેલી ખૂબી ખ્યાલમાં આવે. વર્ગીકરણ માટે ત્રીજું અંગ. એ અંગના પાંચમા ઠાણાની અંદર ગણધરે પ્રરૂપણા કરી કે પાંચ મહાવ્રતો. ઘરમાં નાનાં છોકરાં ગાદી આગળ બેઠા હેય, બાપ, ગઠડી કાઢે, જોવા માંડે, છોકરાં કહે-શું ધંધે લઈ બેઠા છે? બાળકની દ્રષ્ટિ ગઠડીમાં નહિ; ચા પીવામાં, ખાવામાં છે. તેમ જ્યાં સુધી ઊંડા ન ઊતરીએ ત્યાં સુધી મહાવ્રત શાસનના સ્તંભરૂપ કેવાં જરૂરી છે, એ માલમ ન પડે, ઊંડા ઊતરીએ ત્યારે દેવ, ગુરુ, ધર્મતત્ત્વ મહાવ્રત ઉપર જ છે. એમ માલમ પડે. . બીજા કુદે કેમ?
હથિયાર ધારણ કરે તેને “કુદેવ’ કહીએ. કારણ હિંસાની સંભવના. સ્ત્રી પાસે હોય તે “કુદેવ ગણીએ. કેમ ? મહાવ્રતવાળા નથી. બ્રહ્મચારી નથી. મહાવ્રતવાળા નથી એટલે સાધુ નથી. તેથી મેક્ષ નથી. કારણકે સાધુના વેષમાં મેક્ષ છે.