Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
[૧ખ્યાને
૭૪ . સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તે પછી વિચારનું વ્યવસ્થિપણું એકલા શ્રીસૂયગડાંગસૂત્રથી થઈ શકે જ નહિ. જગતમાં કયા કયા રૂપે કોણ કેવું મિથ્યાત્વ પ્રવર્તાવશે તેને પત્તો નથી. “ શેઠની શિખામણ ઝાંપા સુધી.” પિતાને શાસ્ત્રાધારે સૂઝવું જોઈએ, તે ન સૂઝે અને કંઈ સૂઝે તે જ મિથ્યાત્વ. આચારાંગ અને સયગડાંગજી એટલે ઝાંપા સુધીની શિખામણ જેવાં, અર્થાત્ એટલા માત્રથી આચાર અને વિચારનું નિયમન કરે તે ઝાંપા સુધીની શિખામણ સમજવી. વર્ગીકરણ કરનાર શ્રીસ્થાનાંગજી
જે પ્રસંગે આવ્યા તેનું નિરૂપણ આવે; પરંતુ જે આવ્યા ન હોય તેનું નિરૂપણ શી રીતે ? “ઈયાઁ” આટલા પ્રમાણમાં છે એ હાથમાં આવે, અર્થાત્ આચારને અને વિચારને અંગે
ઇયત્તા” હાથમાં આવે. તો આવનારી નવી આપત્તિઓમાં રક્ષણ કરી શકે. તેને માટે સ્થાનાંગસૂત્ર ગણધરમહારાજાએ ગૂંચ્યું. ઇયત્તા હાથમાં આવે, તેને જે માટે “વગીકરણ” કહીએ છીએ. લાઈબ્રેરિયન (librarian) વગીકરણને જાણતો હોય તે કહે કે આ વાગ્યું છે, તે તમે હવે આ પુસ્તક વાંચે પણ કુંચીએ સંભાળનાર લાઈબ્રેરિયન તેમ કહી શકે નહિ. એ તો ફલાણું નંબરનું કાઢી આપવું કે ફલાણા નંબરનું મૂકી દેવું એટલું જ જાણે. આથી જે વગીકરણને જાણવાવાળા લાઈબ્રેરિયને જવલ્લેજ મળશે. ન્યાયને આટલે અભ્યાસ કર્યો છે, હવે આગળ વધવું છે તો હવે આ ગ્રંથપઠનમાં , એમ લાઈબ્રેરિયન કહી શકશે નહિ. આચારાંગને સૂયગડાંગ-આચારને વિચારની ચાવી સેપે છે, ચાવી મળી એટલે પુસ્તક આવ્યું, પણ જ્ઞાન એના - કબજામાં નથી આવતું. તેમ આચારાંગ અને સૂયગડાંગના રચના આચારની અને વિચારની કુંચી આપે છે. ઠેઠ સુધીનું