Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૦૪
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
દેવ-ગુરુ-ધર્મનું તત્ત્વ જણાવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જણાવે છે. સંકેત ખ્યાલમાં આવે છે, તેથી ધર્મની ઉત્તમતા જાણી શકીએ છીએ. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જાણી શકીએ છીએ, તે પછી મૂર્તિના આકારથી તેમનું ખુદ
સ્મરણ, ઉપદેશનું સ્મરણ, ગુણનું સ્મરણ કેમ ન થાય? જિનેશ્વરના દર્શનથી આપણે ખુદ તીર્થકરના સ્વરૂપનું સ્મરણ, વીતરાગ દશાનું સ્મરણ કરી શકીએ છીએ, તેથી પ્રતિબંધ થાય છે. જે આ ભાષા ન જાણે તેની આગળ પાંચ હજાર પાનાંનું પુસ્તક મૂકીએ તો યે પુસ્તકનો ઢગલે નકામો છે–એને માટે કાગળી છે. તેવી રીતે જિનેશ્વરને અંગે જેને એના ઉપરથી ભગવાનનું સ્વરૂપ જાણવું, માનવું, ગણવું નથી, તેને માટે તે–અનાર્યને આર્યલિપિના ચાહે તેટલાં પુસ્તકો હોય તે કાગળીઓ છે. * પ્રતિમાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
જે ગુણોનું સ્મરણ ન કરે તેને મૂર્તિ પત્થર છે. જેમ કેળીનાળીને કહીનૂર એટલે કાંકરે. જેને કિંમત ખ્યાલમાં નથી આવી તેને માટે તે કેહીનૂર હીરે તે કાંકરે જ છે. તેમ જેઓને પ્રતિમાને દેખીને ગુણે, ઉપદે, નિષેધેલા દોષો યાદ કરવા નથી તેઓને માટે પત્થરો છે. ઝવેરીને માટે કેહીનૂર એ કાંકરે નથી પણ કેળીને માટે કાંકરો છે. તેવી રીતે જેને ફાયદે ખ્યાલમાં ન હોય તે પત્થર ગણી લે. જેને ગુણો વગેરે યાદ આવે છે તે પત્થર ન ગણે તે સ્વાભાવિક છે. પવિત્ર ભાવનાવાળે, તીર્થંકરના ગુણોને, ઉત્તમતાને જાણવાવાળા હેય તેથી પ્રતિમા દેખે ત્યારે ઉલ્લાસ થાય. ભોળાભાઈના બાપની છબી હશે તે દેખીને ઉલ્લાસ કોને થશે? સંબંધીઓ