Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
છઠું]
સ્થાનાંગસૂત્ર વંજ મકવવા એમ કહેવું પડયું. સ્વરૂપભિન્નથી મહાવ્રતે ભિન્ન છે
ગુણ ને ગુણી કથંચિત્ જુદા. કેવળજ્ઞાની ગુણી; કેવળજ્ઞાન ગુણ, કેવળજ્ઞાન ગુણ આત્માને, તે અત્યારે નથી. જેમ સમકિતી ગુણ ચાલ્યા ગયે તેથી આત્મા માટે નથી. મહાવ્રતો પાંચે પરસ્પર ભિનરૂપે, હિંસાની વિરતિ એનું સ્વરૂપ જુદું, મૃષાવાદની વિરતિ એનું સ્વરૂપ જુદું-આ જ ભેદનું કારણ છે. કારણકે એ વિરૂદ્ધ ધર્મો છે. પહેલા મહાવ્રતને અંગે પ્રાણને વિગ રાખ્યું. બીજામાં જૂઠાથી વિરમવું તે રાખ્યું. ત્રીજામાં ચેરીથી વિરમવું તે રાખ્યું. ચેથામાં દેવતા, મનુષ્ય કે તિર્યંચનું મેથુન છોડવું તે રાખ્યું. પાંચમામાં બાહ્ય પરિગ્રહથી વિરમવું રાખ્યું. એ રીતે પાંચનાં સ્વરૂપ જુદાં તેથી પાંચ મહાવ્રત કહેવાં પડે. અનંતા તીર્થકરેએ મહાવ્રત પાંચ જ કહ્યાં છે
એક મહાવ્રત એ જૈન શાસ્ત્રને કબૂલ નથી; પાંચ મહાકબૂલ છે.
શંકા–જે તેમ છે તે વાંધો આવશે અને બાવીસ તીર્થંકરની વાત કબૂલ નહિ રહે. બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓ માટે પાંચ મહાવતનું નિરૂપણ કરતા નથી.
સમાધાન-ઉત્તર કહું તેથી ગભરાશે નહિ” ખુલાસો આગળ આવશે. બાવીસ તીર્થકર મહાવ્રત પાંચ જ કહે છે એમ લાગશે આટલું સાંભળ્યું તે એળે માર્ગે જશે. લગીર સામાન્ય રૂઢ શબ્દથી કપસૂત્રમાં સમજાવવામાં આવ્યું છે? ઊંડા ઉતરશે તો માલમ પડશે; અનંતા કેવળી, તીર્થકરેએ મહાવ્રત પાંચ જ કહ્યા છે. ચાર મહાવ્રત કઈ કહેતું નથી.