Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૫૮
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ટેકરાની, દરેકની માહિતી શૂરા સરદારે રાખવી જોઇએ, નહિ તે નિમકહરામ. શૌય વાળા સેનાધિપતિ પણ હારી જાય.
એવી રીતે અહીં અચારવાળો, આચારને વધારનારા થયા, મિથ્યાત્વીના હલ્લાને પાર ઉતારનારા થયેા. શૂરે સરદાર નિમકહલાલ હાય, પણ ખાડાટેકરા ન જાણે તેા સરાઈ જાય. તેમ અહીં આખા શાસ્ત્રની ઈયત્તાવાળો ન હેાય તે કચે વખતે કયા ખાંચામાં જઈ પડે તેના ભરીસા ન રહે. ઠાણાંગજી એટલે સમરાંગણની 'સરવે (survey) સરદારને જે સમરાંગણમાં જવુ હેાય તેની તેને પૂરેપૂરી સરવે હાથમાં આવવી જોઇએ. તેમ ઠાણાંગજી એ શાસ્ત્રોની સરવે છે. કયી કયી વસ્તુ કયા કયા રૂપે ઊથલે તે કેવી કેવી સુધારી લેવાય, તે જણાવનાર ઠાણાંગજી છે. આથી સાધુ મહાત્માએ પણ ઠાણાંગજી માટે આઠ વર્ષ પછી જ અધિકારી ગણાયા તે સહેજે સમજાશે. જેની પાસે લશ્કર નથી, શૂરાતન નથી તેને સમરાંગણની સરવે આપી શા કામની ? જો તેવાને સરવે આપવામાં આવે તે આપનાર અને લેનાર બ ંનેની કફ઼ાડી દશા કરે. દેશવિરતિ એટલે શુ?
1
જેએ જિનેશ્વરનાં વચનના અમલ કરતાં ખૈરી-છોકરાંને વહાલાં ગણી રહ્યાં છે. એના ભાગે જિનવચન લેવાને તૈયાર નથી. એક માજી જિનેશ્વરનાં વચનને અમલ . અને બીજી બાજી દુનિયાદારીના વિષય-કષાયે. જે દેશિવરતિ તરીકે રહ્યો તે કઈ સ્થિતિમાં ? જિનેશ્વરના વચનની કમ્પ્યૂલાત કરે છે, પણ પ્રસંગ આવે કે પહેલાં પેલુ સભાળે. ‘માજન મારા માથા ઉપર પણ ખીલી મારી સે નહિ, જિનેશ્વરનાં વચન આરંભ ૧ માપણી