Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
વ્યાખ્યાન
પર શ્રદ્ધા પલટાતાં નુકસાન
સૂત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામી શાસનની પ્રવૃત્તિને માટે ભવ્ય જીવેને સંસારસમુદ્રમાંથી પાર કરવાને દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ અંગમાં સાધુઓના આચાર જણાવ્યા. આચારની પ્રવૃત્તિ, શુદ્ધિ, વૃદ્ધિ કરવા છતાં, પરમ કાકાએ આચાર કરવા છતાં જે શ્રદ્ધામાં પલટો થઈ જાય તે સેમાં એક જ ચાલ્યા જાય. એટલે જે મોક્ષમાર્ગ તરફ આચાર પાલન કરી, ટકાવી, વધારીને, પરાકાષ્ઠા કરીને જે મુસાફરીનું પ્રસ્થાન કરવા માંડેલું તે અટકી જ પડે એટલું જ નહિ, પણ જેમ મેટાં સ્ટેશનોએ એંજીને ફેરવવા માટે રાઉન્ડ (round) હોય છે, ને તેથી એંજન પલટી જાય છે તેમ આચારને વધારવા, સ્થિર કરવાવાળે હેય તે પણ શ્રદ્ધાનો પલટ થઈ જાય તો મેંક્ષની મુસાફરી મેક્ષ તરફ ન રહેતાં પલટાઈ જાય. શૂરે સરદાર સમગ્ર દેશને, રાજકુટુંબને અને * આધારભૂત હોય પણ તે નિમકહલાલ રહે તો. પણ નિમકહરામ થઈ જાય તે તેના જેવું ભયંકર નુકશાન કેઈ કરી શકે નહિ. તેવી રીતે ચારોં અમલ વગેરે કરનારે મનુષ્ય જે શ્રદ્ધામાં ડગમગે તે તે મેક્ષને અંગે એટલું બધું નુકસાન કરે કે જે નુકસાન સામાન્ય મનુષ્ય પણ ન કરી શકે.
. આચારાંગથી આચાર અને ચંગડાંગથી શ્રદ્ધા
* આચારાંગનો ઉપદેશ દીધા પછી આચારમાં પ્રવર્તે લે અંત સુધી એક સાધ્યને પહોંચનારે હવે જોઈએ. તેને અંગે સૂયગડાંગજીની અંદર એ વાત કરી, ચાહે તે સૂક્ષ્મતરવાદી,
*