Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મુશ્કેલ પડે. રાજકુંવરપણુમાં એમણે બ્રહ્મચર્ય પાળ્યું અને સ્નાન વગર બે વર્ષ રહ્યાં. વિશેષમાં પિતાને માટે કરેલું ન ખપે એ એમણે નિર્ધાર હતા. કેટલાક કહેશે કે ઘેરે છે છતાં સાધુ છે. વધારે શું છે? આવું કહેવાવાળાઓ! મહાવીર મહારાજનાં આ બે વર્ષ કેવાં હતાં તે તપાસ. અને એ શામાં ગણ્યાં તે તપાસે? તે બે વર્ષ સાધુપણામાં ન ગમ્યાં. શા માટે? ત્યાગની મર્યાદા જાળવવા માટે. એ એટલું બધું ઉત્કૃષ્ટ હેવા છતાં ન ગમ્યું. હાય, કુદરતે પણ સાધુપણામાં ન ગયું.
કુદરત કયાં કહેવા આવી? કુદરત એમ કહેવા આવી કે મન:પર્યવજ્ઞાન ૩૦ વર્ષની ઉંમરે થયું. મન:પર્યવજ્ઞાન કેઈનું ઉત્પન્ન કરેલું નથી. જગતના સ્વભાવે-કુદરતે સાધુપણાનાં તે બે વર્ષ હિસાબમાં લીધાં નહિ. બ્રહ્મચર્ય આચર્યું. ઉત્કૃષ્ટ દશા આચરી તે પણ સાધુપણું માન્યું નહિ. શાસ્ત્રકારે, કે કુદરતે ઘરમાંથી નીકળ્યા સિવાય સાધુપણું ન ગમ્યું. જ્યારે ઘરથી નીકળીને પ્રતિજ્ઞા કરી ત્યારે સાધુપણું ગમ્યું. શેની ગણતરી? - શારીરિક, કુટુંબના સંગને અંગે એક નિયમ થાય એ ચાહે તે અનુકૂળ થાઓ કે પ્રતિકૂળ થાઓ. શૂર સરદારને ચાહે તે થાય તે જોવાનું હોય નહિ. તેને એક જ જેવાનું– “શત્રુને મહાત કરવાનું સાધુને પ્રતિજ્ઞાના નિર્વાહનું જ ધ્યેય હેય..
જે વ્રત પચ્ચખાણમાં ઊતરે, અણુવ્રતમાં ઊતરે તેઓને સુખની પ્રાપ્તિ, દુઃખમાં રહેવું વગેરે વિચારવાનું હોય નહિ ચિંતામણિની વાત ચાલતી હોય ત્યાં પાઈપૈસે હિસાબ હેય નહિ. તેમ અહીં જ્યાં આત્મકલ્યાણનું ધ્યેય થાય ત્યાં