Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ત્રીજી]
સ્થાનાંગસૂત્ર
૩૭ ધર્મોપદેશ એ શાસ્ત્રકારનું કર્તવ્ય છે
અર્થ-કામ, પુરૂષાર્થ કેઈની અપેક્ષાએ પણ આદરવા લાયક તે છે જ નહિ. આદરવા લાયક પુરૂષાર્થ કર્યો ? અત્યંતર સુખ જે અમે તેને આદરવાને ધર્મ છે. તે ધર્મ આદરવા લાયક હવાને લીધે ગણધરભગવાન કહે છે કે મહાવ્રત અપ્રાપ્ત છે. કારણકે ધર્મ અને મોક્ષ, આત્માની મહેનતે મળવાવાળી ચીજ છે તેથી અસિદ્ધ છે, સાધ્ય તરીકે છે, આથી ધર્મને ઉપદેશ દે તે જ શાસ્ત્રકારનું કર્તવ્ય છે.
સે જણ બેઠેલામાંથી એકને જવાનું કહેવાય તે નવાણુંની બેસવાની સંમતિ થઈ જાય. હિંસા, જૂઠ, અદત્તાદાન, મિથુન અને પરિચડમાંથી એકની વિરતિને “ધર્મ કહેવામાં આવે તે ચારની અનુમોદના થઈ જાય, તેથી પાંચ મહાવ્રતો કહેવાં જોઈએ કે જેથી એકેની પણ અનુમંદના શાસ્ત્રકારને વળગે નહિ. તેથી - જેમ પાંચપણું સાબિત કરવાનું છે તેમ મહાવ્રતપણે પણ
સાબિત કરવાનું છે. - પ્રશ્ન-એકડે, પછી સો આવે, તેમ નાના અણુવ્રતો તેથી તેમનું નિરૂપણ પ્રથમ જોઈએ અને મહાવ્રતે મેટાં તેથી નિરૂપણ પછી કરવું જોઈએ. એક શીખવ્યા પછી તેની વાત હાય. મહાવ્રતના નિરૂપણ પછી અણુવ્રતનું નિરૂપણ હાય નહિ, પણ શાસ્ત્રકારે તે પ્રથમ પાંચ મહાવ્રતની વાત કરી. આ વાતમાં પાપના પક્ષને પોષવાવાળાએ, એકની જગા પર આણુવ્રત મેલ્યા છે. અણુવ્રત તે ભાગતા ચેરની લંગોટી છે ' લાખ લૂંટીને ચાર જાય તેમાંથી જે નીકળ્યું તે પહેલાં લગેટને વળગજે, માલને પહેલાં ન વળગીશમોટું લેવાનું પછી, નાનું લેવાનું પહેલું. ખેસ પહેલાં તાણી લેજે. તે વાત કેમ કબૂલ